બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Hundred touch one thing! How grateful it is to be unlucky in life but to be overcome by miracles, why not surrender to science?

મહામંથન / સો ટચની એક જ વાત ! જિંદગીમાં દુખ રહેવાનું પણ ચમત્કારોથી અંજાઈ જવું કેટલું શ્રેયકર, વિજ્ઞાનને શરણે કેમ ન જવું?

Vishal Khamar

Last Updated: 08:06 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં આધુનિક સમયમાં પણ લોકો પાસેથી મેલી વિદ્યાનાં નામે ભુવાઓ રૂપિયા પડાવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધા અને આસ્થાના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે.

ધર્મ અને વિજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે, ધર્મ અને વિજ્ઞાનને અલગ કરવાની ભૂલ કયારેય કરવી ન જોઈએ. આપણા પૂર્વજો, સંતો, દાર્શનિકો તમામે આ જ વાત કેન્દ્રસ્થાને રાખી છે. જો કે દુખની વાત એ છે કે જમાનો જેમ જેમ આધુનિક થતો ગયો તેમ તેમ અંધશ્રદ્ધા અને બદીઓ વધુ ને વધુ ઘર કરતી ગઈ. હવે ટેકનોલોજી તમારા ઘરમાં જ નહીં તમારા હાથમાં જ ઉપલબ્ધ છે તો પછી એવું તો શું થાય છે કે વ્યક્તિની તર્કશક્તિ જ  ખતમ થઈ જાય અને તે દોરા ધાગા કે ભુવાઓના ભરોસે બેસી જાય. એવું કેમ માની શકાય કે એક પરિવારમાં બધુ સમૂસુતરુ ચાલે છે અને કોઈ ભુવાનો સંપર્ક થાય અને તે એમ કહે કે તમારા પરિવાર ઉપર મુઠચોટ થયેલી છે તો એ પરિવારજનો સહેજ પણ તર્કસંગત રીતે વિચાર કેમ ન કરી શકે. ભુવાઓએ લાખોની છેતરપિંડી કરી હોય તેવા અનેક કિસ્સા છે તે કેમ અટકતા નથી. જે ભુવાઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવે છે તેનું માન ખરેખર કેટલું છે અને કેટલું હોવું જોઈએ. આપણને જે ચમત્કાર નરી આંખે દેખાય છે તેનું સત્ય કેટલું છે.

  • મેલી વિદ્યાના નામે ભુવાઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યા
  • શ્રદ્ધા અને આસ્થાના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા વધ્યા
  • લોકો પણ લેભાગુ ભુવાઓની વાતોમાં આવી ગયા હોય તેવા બનાવ બન્યા

મેલી વિદ્યાના નામે ભુવાઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યા. શ્રદ્ધા અને આસ્થાના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા વધ્યા છે.  લોકો પણ લેભાગુ ભુવાઓની વાતોમાં આવી ગયા હોય તેવા બનાવ બન્યા. ત્યારે તાંત્રિક વિધિના નામે મસમોટી રકમ ભુવાઓ પડાવે છે. પરિવાર પોતાના દાગીના-ધંધા વેંચીને ભુવાઓને લાખો રૂપિયા આપે છે. પરિણામ શૂન્ય મળે છે અને છેતરાયા તથા આઘાતની લાગણી જીરવી શકાતી નથી. 

  • અનોડિયા ગામના 3 શખ્સ સામે ફરિયાદ
  • અમદાવાદની મહિલાના પરિવાર સાથે થઈ હતી છેતરપિંડી
  • મેલી વિદ્યાના નામે ભુવાઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા

ગાંધીનગરનો મામલો શું છે?
અનોડિયા ગામના 3 શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે.  દલપતસિંહ, હરપાલસિંહ અને જયપાલસિંહ સામે ફરિયાદ થઈ છે.  અમદાવાદની મહિલાના પરિવાર સાથે છેતરપિંડી થઈ હતી. મેલી વિદ્યાના નામે ભુવાઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા. અનોડિયાના આવકારધામ આશ્રમમાં ઠગાઈ થઈ હોવાની ફરિયાદ. ભુવા અને તેના દિકરા વિરુદ્ધ માણસા પોલીસમાં ફરિયાદ કરી હતી.  મહિલાના પરિવારજનો ઉપર મૂઠચોટ થયેલી છે તેવું કારણ અપાતું હતું. એક વિધિના 90 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. મહિલાના ભાઈ-ભાઈ, નાના ભાઈ, સંતાનો ઉપર પણ વિધિ કરી હતી. મહિલાએ પોતાના દાગીના વેંચ્યા, પરિવારે પોતાનો ધંધો વેચીને રૂપિયા એકઠા કર્યા. વિધિ ન કરાવે તો પરિવારના સભ્યોના મૃત્યુ થશે તેવો ડર બતાવવામાં આવતો હતો. મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી.

ભુવાઓ દ્વારા છેતરપિંડીના કિસ્સા 

રાજકોટ

  • બાળકને ગર્ભમાં જ ઠીક કરી દેવાની લાલચ આપી
  • પરિવાર પાસે 1.30 લાખ રૂપિયા પડાવ્યા
  • 3-3 તબીબોએ બાળક દિવ્યાંગ છે તેવો રિપોર્ટ આપ્યો હતો

અમદાવાદ

  • સોશિયલ મીડિયામાં જયોતિષ તરીકે ઓળખ આપી છેતરપિંડી
  • પ્રેમીઓનું પુનર્મિલન કરાવવાના નામે ખંખેરતો હતો રૂપિયા
  • ક્રાઈમબ્રાંચે રાજેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરી

ધાનેરા

  • પરિવાર પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા
  • પરિવારમાં દિકરો જન્મે તે માટે વિધિના નામે 35 લાખની છેતરપિંડી 

ગાંધીનગર 

  • ડભોડા ગામના પરિવાર સાથે છેતરપિંડી
  • રોકડ, સોનાના પગરખા સહિતના સામાન લઈ ગયા

જામજોધપુર 

  • બીમારી દૂર કરવાના નામે ઠગાઈ
  • જામજોધપુરમાં 1.28 કરોડની છેતરપિંડી

છોટાઉદેપુર 

  • ભુવાઓ સાક્ષાત માતાજી હોવાનો દાવો કરતા હતા
  • રાજકોટની કેટલીક મહિલાને શારિરીક અડપલાં કર્યા
  • ઘર પાસેથી સોના-ચાંદીની મૂર્તિઓ કાઢવામાં આવતી હતી

ભુવાઓ કેવા-કેવા ધતિંગ કરે છે? 

  • હાથમાંથી કંકુ કાઢવું
  • નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી
  • દિવાસળી વગર અગ્નિ પ્રગટાવવી
  • ગરમ કોલસા ઉપર ચાલવું
  • ચલણી નોટ કાઢવી
  • હાથમાંથી સોનુ કાઢવું

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ