બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / How to deal with the defaulter situation? Know what you can do when unable to repay the loan

જાણવું જરૂરી / લોનની ભરપાઈ નથી કરી શકતા? આ સ્ટેપનો કરો ચુસ્તપણે અમલ, કાયદાકીય અધિકાર પણ જાણી લો

Vaidehi

Last Updated: 08:16 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે લોનની ચૂકવણીમાં નિષ્ફળતા મળી રહી હોય ત્યારે ડિફોલ્ટની સ્થિતિમાં શું કરવું જોઈએ ? વાંચો.

  • લોનની ચૂકવણીમાં મળતી નિષ્ફળતાનાં ઉપાયો
  • RBIની ગાઈડલાઈન્સથી ડિફોલ્ટરોને કેટલીક રાહત
  • ક્રેડિટ સ્કોર સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવો

હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ અસુરક્ષિત લોન સાથે સંકળાયેલા જોખમો પર પ્રકાશ પાડતી નોટ જાહેર કરી હતી. RBIની ચિંતાઓને માન્ય કરતાં ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો ઈન્ડિયા લિમિટેડ CIBILની રિપોર્ટ જણાવે છે કે ડિસેમ્બર 2022નાં છેલ્લા ક્વાર્ટર માટે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનાં ઉપભોક્તાનો આંકડો વધ્યો હતો. પરંતુ વધુ ચિંતાજનક વાત એ છે કે આ શ્રેણીમાં પર્સનલ લોનનાં મામલામાં ડિફોલ્ટ્સ, પ્રિ-કોવિડની સરખામણીમાં ઘણાં વધારે છે. ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે આપણે લોન ચૂકવવામાં નિષ્ફળ જઈ રહ્યાં હોઈએ ત્યારે શું કરવું જોઈએ?

જો તમે ડિફોલ્ટર હોવ તો શું કરવું?
ઘણાં લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થતાં હોય છે અને માનસિક તણાવનો અનુભવ કરતાં હોય છે. આવા સમયે લોન વસૂલતાં એજન્ટો દ્વારા કરવામાં આવતાં ઉત્પીડન સાથે કઈ રીતે ડીલ કરવું તે જાણવું જરૂરી છે. ડિફોલ્ટર હોવાને લીધે ક્રેડિટ હેલ્થ પર નકારાત્મક અસર આવી શકે છે જેના લીધે ક્રેડિટ સ્કોર પણ ઓછો થઈ શકે છે અને વ્યાજમાં વધારો થાય છે. આ સ્થિતિથી બચવા માટે ડિફોલ્ટરે શું કરવું જોઈએ તે જાણો.

1. RBIની ગાઈડલાઈન્સથી ડિફોલ્ટરોને કેટલીક રાહત મળી છે.તે ડિફોલ્ટર્સને પોતાની લોનનું પુનર્ગઠન કરવા અને નાની ચૂકવણીની મંજૂરી આપે છે જેના લીધે ડિફોલ્ટર્સ નાણાકીય રૂપે પગભર થઈ શકે છે. આ ગાઈડલાઈન લાંબા સમય સુધી ચુકવણીની મુદત પણ પ્રદાન કરે છે.

2. ડિફોલ્ટર હોવાને લીધે તમારા ક્રેડિટ હેલ્થ પર અસર પડે છે. તમારા ક્રેડિટ સ્કોરમાં પણ ઘટાડો થઈ શકે છે જેના લીધે ભવિષ્યમાં લોન લેવું અઘરું પડે છે. એટલું જ નહીં તમને વધુ વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. તેથી સૌથી પહેલાં તમારે તમારા ક્રેડિટ સ્કોરને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવો. જેના માટે શક્ય હોય ત્યાં સુધી ચૂકવણીને પ્રાથમિકતા આપવી.

3.જ્યારે ડિફોલ્ટની સ્થિતિ સામે આવે છે ત્યારે તમારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આ સ્ટેપ્સ પર ડિફોલ્ટરે વિચાર કરવો જોઈએ:

  • લોન આપનારા સાથે સંવાદ કરો.
  • નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરો.
  • ચૂકવણી યોજના માટે વાતચીત કરો.
  • વ્યાવસાયિક મદદ મેળવો.
  • ચૂકવણીને પ્રાથમિકતા આપો.
  • ક્રેડિટ સ્કોર સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરો.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ