બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / How to check Gratuity balance eligibility formula and other details

જાણકારી / જાણો શું છે ગ્રેજ્યુએટી, કેવી રીતે થાય છે ગણતરી

Juhi

Last Updated: 04:06 PM, 19 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કર્મચારી કોઇ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરે છે, તો કંપની તરફથી એક નિશ્ચિત રાશિ આપવામાં આવે છે, જેણે ગેજ્યુએટી કહેવામાં આવે છે.

પોતાના કર્મચારીઓને ગેજ્યુએટી આપવી કંપનીની માત્ર જવાબદારી નથી પરંતુ કાયદાની રીતે જરૂરી છે. પેમેન્ટ ઑફ ગ્રેજ્યુએટી એક્ટ, 1972 મુજબ ગ્રેજ્યુએટી ફાયદો તેવી સંસ્થાઓના કર્મચારીઓને મળતો હોય છે, જ્યાં 10થી વધારે કર્મચારી કામ કરતા હોય. કર્મચારી દ્વારા રાજીનામું આપવામાં આવે, રિટાયરમેન્ટ થાય અથવા તો કર્મચારી કોઇ દુર્ઘટના અથવા બિમારીને કારણે અપંગ થઇ જાય તો કંપની દ્વારા ગ્રેજ્યુએટીની રકમ આપવામાં આવે છે, પરંતુ તેણે કંપનીમાં કામ કરતા 5 વર્ષ પૂરા થયા હોવા જોઇએ. કર્મચારીની મૃત્યુ થઇ જવા પર ગ્રેજ્યુએટીનો નિયમ લાગૂ પડે છે તેમાં 5 વર્ષ નોકરીની સેવા જરૂરી નથી. 

જાણો કેવી રીતે થાય છે ગ્રેજ્યુએટીની ગણતરી:

ગ્રેજ્યુએટીની રાશિ અને તેના પર લગાનારા ટેક્સની ગણતરી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. ગ્રેજ્યુએટી એક્ટના દાયરામાં આવનારા કર્મચારીઓ, એક્ટના દાયરામાં આવનારા ના આવતા કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે અલગ-અલગ નિયમ હોય છે. તમને જણાવી દઇએ કે, કર્મચારીને પ્રત્યેક વર્ષ સેવા માટે કંપની ગત સેલેરી (બેસિક સેલેરીબેઝિક સેલેરી+ મોંઘવારી ભથ્થું + કમિશન) ના 15 દિવસની બરાબર રકમ ગ્રેજ્યુએટીના રૂપમાં આપવાની હોય છે. આ સાથે જ કોઇ કર્મચારી પોતાની કંપનીમાં 5 વર્ષ 7 મહિનામ કામ કરે તો તેની ગ્રેજ્યુએટીની ગણતરી 6 વર્ષની સર્વિસના આધારે થાય છે. 

આ રીતે જાણો તમારી ગ્રેજ્યુએટી:

સામાન્ય રીતે કોઇ કર્મચારીની ગ્રેજ્યુએટી 2 વસ્તુઓ પર આધાર રાખે છે. કર્મચારીએ તે કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું અને તેનો છેલ્લો પગાર કેટલો હતો. આ સેલેરીમાં બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થુ શામેલ હોય છે. ગ્રેજ્યુએટી માટે તમારે કંપનીના કરેલા કુલ વર્ષની નોકરીને 15 દિવસની સેલેરી સાથે ગણવાની રહેશે. અહીંયા 15 દિવસની સેલેરી નોકરીના છેલ્લા મહિનામાં (બેસિક અને DA) ના આધારે નક્કી થાય છે. ગ્રેજ્યુએટી ગણતરીમાં એક મહિનાની નોકરીને 26 દિવસનુ કામ મનાય છે. 15 દિવસની સેલેરીની ગણતરી પણ તેના આધારે જ કરાય છે. 

આ રીતે 15 દિવસની સેલેરી નીકળા પર તમને છેલ્લા મહિનાની સેલેરી (બેસિક સેલેરી+DA)માંથી 26 ભાગની જે રકમ આવે તેનો 15 સાથે ગુણાકાર કરવાનો રહેશે. હવે ગ્રેજ્યુએટી રકમ કાઢવા માટે તમારે આ રકમમાં નોકરીના કુલ વર્ષોનો ગુણાકાર કરવાનો રહેશે.

30 દિવસમાં કરવી પડે છે ચૂકવણી:

કર્મચારીના કંપનીમાં અંતિમ દિવસથી 10 દિવસની અંદર કંપનીએ ગ્રેજ્યુએટીની રકમ તેને આપવાની રહે છે. જો ગ્રેજ્યુએટીની ચુકવણી કરવામાં 30 દિવસથી વધારે સમય લાગે છે. તો કંપનીને તેના પર વ્યાજ આપવુ પડે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

business gratuity ગણતરી Information
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ