બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / વિશ્વ / How much wealth did the Queen of Britain leave behind? Know how Elizabeth II earned

Queen Elizabeth II / અબજો રૂપિયાની સંપત્તિ છોડી ગયા બ્રિટનના મહારાણી એલિઝાબેથ, જાણો શું હતો આવકનો સ્ત્રોત

Megha

Last Updated: 12:46 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની ઉંમરે અવસાન થયું પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 96 વર્ષની એ રાણી પાસે કેટલા પૈસા હતા અને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત શું હતો?

  • એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની ઉંમરે અવસાન થયું
  • રાણી પાસે કેટલા પૈસા હતા અને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત શું હતો? 
  • પેલેસમાં મુલાકાતીઓ દ્વારા નહતી થતી કમાણી 

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમનું નામ વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં શામેલ હતું. જણાવી દઈએ કે એ વિશ્વની એકમાત્ર મહિલા હતી જેને વિદેશ પ્રવાસ માટે કોઈ પણ પાસપોર્ટ કે વિઝાની જરૂર ન હતી પડતી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 96 વર્ષની એ રાણી પાસે કેટલા પૈસા હતા અને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત શું હતો? આપણે બધા જાણીએ છીએ કે શાહી પરિવારના સભ્યો કરદાતાઓ દ્વારા જ મોટી રકમણી આવક મેળવે છે. પણ આવા શાહી પરિવારના આવકના અન્ય સ્ત્રોત વિશે હજુ ઘણા અજાણ છે. પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર બ્રિટનની મહારાણી એલિઝાબેથ માટે આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત હતા. સોવેરીન ગ્રાન્ટ, પ્રિવી પર્સ અને એમની અંગત મિલકતમાંથી થતી આવક. 

બ્રિટનની મહારાણી એલિઝાબેથની સંપત્તિ વિશે અવારનવાર અનુમાન લગાવવામાં આવે છે, પરંતુ ક્યારેય બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વારા કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તેની આવકના આધારે કેટલાક નિષ્ણાતોએ તેમની આવક અંગે પોત-પોતાના અંદાજો લગાવ્યા છે. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની અંદાજિત કુલ સંપત્તિ 365 મિલિયન પાઉન્ડ એટલે કે 33.36 અબજ રૂપિયાથી વધુ હતી. 

કુલ સંપતિ 6,631 અજબ રૂપિયાથી વધુ 
છેલ્લાં થોડા વર્ષોમાં મહારાણી વાર્ષિક રીચ લિસ્ટમાં 30મા સ્થાન સુધી નીચે આવી હતી. 2020 માં તેઓ 372 માં ક્રમે હતા. સમગ્ર શાહી પરિવારની સંપત્તિ વિશે વાત કરીએ તો ફોર્બ્સ મેગેઝિન અનુસાર, તેમની કુલ સંપત્તિ 72.5 અબજ પાઉન્ડ (6,631 અબજ રૂપિયાથી વધુ) છે. રાણીની આવકના મુખ્ય સ્ત્રોતોની વાત કરીએ તો, તેણીને સરકાર તરફથી વાર્ષિક સોવેરીન ગ્રાન્ટ મળતું હતું અને એ સિવાય અન્ય બે સ્ત્રોતો સ્વતંત્ર હતા. 

પેલેસમાં મુલાકાતીઓ દ્વારા નહતી થતી કમાણી 
ઘણા-ખરા લોકો માને છે કે રાણી બકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ અને લંડનના ટાવર જેવી શાહી મિલકતોના મુલાકાતીઓ પાસેથી પૈસા કમાતા હતા. જોકે આ વાત સાચી નથી. તેમાંથી મળતી આવકનો ઉપયોગ ધ રોયલ કલેક્શન માટે કરવામાં આવતો હતો. લંડન ઉપરાંત શાહી પરિવારની સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડમાં પણ મિલકતો છે. તે રાણીની અંગત મિલકત છે જે વેચી શકાતી નથી પરંતુ તેના વારસદારોને આપવામાં આવશે.

રોયલ કલેક્શનમાં 10 લાખથી પણ વધુ વસ્તુઓ શામેલ
રોયલ કલેક્શનમાં રાણીની કિંમતી કલાકૃતિઓ, હીરા અને ઝવેરાત, લક્ઝરી કાર, રોયલ સ્ટેમ્પ કલેક્શન અને ઘોડાઓ જેવી સંપત્તિ સહિત 10 લાખથી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે જેની અંદાજિત કિંમત 10 અજબ રૂપિયા છે. જો કે આ મિલકત હાલ યુકેના ટ્રસ્ટ પાસે છે. બ્રિટનના નવા રાજા કિંગ ચાર્લ્સની વાર્ષિક આવક વિશે વાત કરીએ તો, તેઓ દર વર્ષે Duchy of Cornwall થી લગભગ 21 મિલિયન પાઉન્ડની આવક મેળવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ