બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / hindi business gold price today jumps and crossed 63300 rupees level silver price near

બિઝનેસ / સોના-ચાંદીના ભાવે પકડી સ્પીડ, અચાનક જ આવ્યો જંગી ઉછાળો, ચાંદી 80 હજારી, જાણો લેટેસ્ટ રેટ

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:02 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold silver prices: સોનાની કિંમત 63300ની સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચાંદીની કિંમત 80,000ની નજીક પહોંચી ગઈ છે

  • સોનાના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારો
  • ચાંદીની કિંમત પણ 80,000ની નજીક પહોંચી 
  • ટ્રેડિંગ સેશનમાં સોનું 63,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું


સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX ગોલ્ડ પ્રાઈસ)ની સાથે દિલ્હી બુલિયન માર્કેટમાં પણ સોનાની કિંમત વધી રહી છે. આજે આખા દિવસના કારોબાર બાદ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 63300ની ઉપર બંધ થઈ ગઈ છે. ચાંદીની કિંમત પણ 80,000ની નજીક પહોંચી છે. HDFC સિક્યોરિટીઝએ આ માહિતી આપી છે. 

MCX પર સોનું 63100ને પાર
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત સાંજે 7.20 વાગ્યે 1.04 ટકાના વધારા સાથે 63150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતી. તે જ સમયે MCX પર ચાંદીની કિંમત 0.58 ટકાના વધારા સાથે 75866 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. 

દિલ્હી માર્કેટમાં સોનાએ રેકોર્ડ તોડ્યો
શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના સર્રાફા માર્કેટમાં સોનું 300 રૂપિયા વધીને 63,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 63,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 400 વધીને રૂ. 79,500 પ્રતિ કિલોગ્રામ થયો હતો, જ્યારે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ચાંદી રૂ. 79,100 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું 2,050 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી વધીને 24.45 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,050 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે વૈશ્વિક બજારોમાં અગાઉના બંધ કરતાં 13 ડોલર વધુ છે.

નિષ્ણાતનો અભિપ્રાય શું છે?
સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુરુવારે ત્રીજા ક્વાર્ટર માટે યુએસ વૃદ્ધિ દર ઘટ્યા બાદ ડૉલર ઇન્ડેક્સ ઑગસ્ટની શરૂઆતથી તેના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો, જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Gold Price Gold silver prices MCX ગોલ્ડ પ્રાઈસ silver price સોના-ચાંદીનો ભાવ સોનાનું ભાવ gold silver prices

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ