બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / Hema Malini's shocking statement on Rahul Gandhi's Flying Kiss controversy

નિવેદન / રાહુલ ગાંધીના Flying Kiss વિવાદ મુદ્દે હેમા માલિનીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું 'મે નહોતું જોયું પરંતુ...'

Priyakant

Last Updated: 09:13 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hema Malini Statement News: રાહુલ પર મહિલા સાંસદો તરફ ગૃહની બહાર નીકળતી વખતે ફ્લાઈંગ કિસ કરવાનો આરોપ, હેમા માલિનીએ કહ્યું, ફ્લાઈંગ કિસ કરતા જોયા નથી

  • લોકસભા ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવના બીજા દિવસે મોટો વિવાદ 
  • સ્મૃતિ ઈરાનીએ રાહુલના વર્તન પર ગંભીર સવાલો ઉઠાવી મહિલા વિરોધી ગણાવ્યા 
  • હેમા માલિનીએ કહ્યું રાહુલ ગાંધીને સંસદમાં ફ્લાઈંગ કિસ કરતા જોયા નથી

લોકસભા ગૃહમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના બીજા દિવસે રાહુલ ગાંધીને લઈ એક નવો વિવાદ સર્જાયો હતો. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધી 37 મિનિટના ભાષણ બાદ ગૃહની બહાર નીકળી ગયા હતા. જે બાદમાં સ્મૃતિ ઈરાની બોલવા માટે ઉભા થયા અને તેમણે ગૃહમાંથી બહાર નીકળતી વખતે રાહુલ ગાંધીના વર્તન પર ગંભીર સવાલો ઉઠાવ્યા અને તેમને મહિલા વિરોધી ગણાવ્યા હતા. 

એવું તે શું કર્યું હતું રાહુલ ગાંધીએ ? 
ગૃહમાંથી નીકળતી વખતે રાહુલ ગાંધીએ શું કર્યું તે તો વિડીયોમાં જોવા ન મળ્યું. પરંતુ ભાજપના મહિલા સાંસદો તરત જ સ્પીકરને ફરિયાદ કરવા પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની સાથે અભદ્ર અને વાંધાજનક વર્તન કર્યું છે. રાહુલ પર મહિલા સાંસદો તરફ ગૃહની બહાર નીકળતી વખતે ફ્લાઈંગ કિસ કરવાનો આરોપ હતો.

File Photo

ભાજપ સાંસદ હેમા માલિનીએ શું કહ્યું ? . 
આ તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ જણાવ્યું કે, તેમણે રાહુલ ગાંધીને સંસદમાં ફ્લાઈંગ કિસ કરતા જોયા નથી. જોકે અમુક મિનિટો પછી તેમના પક્ષે ફરિયાદ નોંધાવી. હેમા માલિનીએ રાહુલ ગાંધી પર અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવતા ફરિયાદ પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા છે.

File Photo

રાહુલ ગાંધીને ફ્લાઇંગ કિસ કરતાં નથી જોયા
આ તરફ જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમએ રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ કરતા જોયા છે. તો હેમા માલિનીએ કહ્યું, મેં તે જોયું નથી, પરંતુ કેટલાક શબ્દો એવા હતા જે યોગ્ય ન હતા. જોકે હેમા માલિનીનું આ નિવેદન તરત જ ટ્વિટર પર વાયરલ થઈ ગયું. કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાની તરફ "અયોગ્ય ઈશારો" કરવામાં આવ્યો હોવાનો આગ્રહ કરીને ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા.

મહિલા સાંસદોએ કરી સ્પીકરને રજૂઆત 
કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ શોભા કરંદલાજે અને પાર્ટીની અન્ય મહિલા સભ્યોએ બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાનો સંપર્ક કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથેના કથિત 'અશિષ્ટ' વર્તન અને 'અયોગ્ય' વર્તન માટે સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. શોભા કરંદલાજેએ 21 મહિલા ભાજપ સભ્યોની સહીવાળો પત્ર આપ્યો હતો. જેમાં રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, હેમા માલિની સ્પીકરને મળવા ગયેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ