બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Heavy to very heavy rain forecast in Gujarat for the next five days

ચોમાસું / મેઘરાજા હજુ થોભવાના નથી: સૌરાષ્ટ્ર સહિત આટલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદથી લઈને રાજકોટ ઘમરોળાશે

Dinesh

Last Updated: 03:44 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવમાન વિભાગની આગાહી મુજબ અગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે

  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
  • સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી


ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં રાજ્યના ખેડૂતોની ચિંતા વધારતી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરી શકે છે.

5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
હવમાન વિભાગની આગાહી મુજબ અગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ રાજકોટ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ માછીમારોને અગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા
મહત્વનું છે કે, છેલ્લા 1 મહિનાથી રાજ્યમાં અવિરત વરસાદી મહેર યથાવત છે. જેના કારણે હવે તો ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. કારણ કે, સતત વરસાદી મહેરના કારણે ચોમાસું પાક હવે ફેઈલ થવાની કગારે પહોંચી ગયો છે. અને જો આગામી 5 દિવસ વરસાદ રહ્યો તો લીલા દુકાળની સંભાવના પણ છે. કારણ કે, આ અવિરત વરસાદના કારણે પાક કોહવાતો જઈ રહ્યો છે. જોકે હાલ તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. તેવામાં જોવાનું એ રહેશે કે, આગામી 5 દિવસ વરસાદ કેવી આફત બનીને વરસે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ