બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains will fall in these areas of Gujarat

આગાહી / ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

Kiran

Last Updated: 09:46 AM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી, અનેક જિલ્લાઓમાં મધ્યમથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ

  • ગુજરાતમાં સાર્વત્રિક રસાદની આગાહી
  • 19થી 21 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
  • ઉત્તર,મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ પણ વરસાદની માહોલ છવાયેલો જુવા મળી રહ્યો છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ગુજરાતમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદના અભાવના કારણે સિંચાઈથી લઈને જળાશયો માટે પાણીની અછત વરર્તાઈ રહી હતી જો કે સપ્ટેમ્બર મહિલા બાદ મેઘરાજામાં મન મુકીને વરસતા હાલ અનેક ચેડડેમમાં પાણીની સારી આવક થઈ છે. 



 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જે જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાં જે વરસાદની ઘટ છે તે પણ આ મહિનામાં પુરી થઈ શકે છે.  હવામાન વિભાગે સાર્વત્રિત વરસાદની આગાહી કરતા કહ્યું છે કે આવતી કાલથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મધ્યમથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 


વરસાદની માહોલ થયાવત્ રહેશે 

સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાતા આગામી દિવસોમાં અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ હજુ પણ વરસાદની માહોલ થયાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 


રાજ્યના આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સંભાવના

આ તરફ દાહોદ, પંચમહલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે

જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે. રાજ્યના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rains gujarat rainforecast ગુજરાત વરસાદ ભારે વરસાદ ભારે વરસાદની આગાહી વરસાદ આગાહી હવામાન વિભાગ heavy rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ