ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / heavy rain in rajkot 13092021

મુશ્કેલી / રાજકોટમાં મેઘરાજાની ધડબડાટી, કાર તણાયાના દિલધડક દ્રશ્યો, ઠેર-ઠેર પાણી ભરાયા, સ્કૂલો બંધ

Published By: vtvAdmin

Last Updated: 12:51 PM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈ કાલથી રાજકોટમાં ભારે વરસાદને પગલે સ્થિતિ બગડી હોય તેવો માહોલ સર્જાયો છે. શહેરમાં આશરે 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

ADVERTISEMENT

ભારે વરસાદને પગલે રાજકોટ અને જામનગરમાં ભારે તારાજી સર્જાઈ છે. સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 

રાજકોટના લોધિકા તાલુકાના છાપરા ગામે કાર તણાઇ છે. જેનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ કારમાં 3 લોકો સવાર હતા. અને કારમાંથી એક વ્યક્તિના બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે બે લોકો હજુ પણ અંદર હોવાની આશંકા છે. હાલ રાજકોટ ફાયર બ્રિગેડ જવાનો બચાવ માટે પહોંચ્યા છે.

બીજી બાજુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ નદી નાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોધિકાના વીજુડી ગામ પાસે ચેકડેમના પુલ પરથી પસાર થઈ રહેલી કાર તણાઈ ગઈ હતી. કાર પૂરના પ્રવાહમાં તણાઈ હતી. સદનસીબે કાર ચાલક અને અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.

અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી

વરસાદના કારણે મવડી ગામની નદીમાં પૂર આવ્યુ છે.શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.વરસાદના કારણે રાજકોટ અને કણંકોટ ગામનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે મવડી ગામની નદીમાં પૂર આવતા મોટી સંખ્યામાં પૂર જોવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.

અનેક વિસ્તારોમાં પાણી-પાણી

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે પોપટપરાનું નાળું પણ તંત્રને બંધ કરવાની ફરજ પડી છે.પોપટપરા અને જંકશન જવાના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે.તથા પોપટપરાના નાળાની બહાર પોલીસ બંદોબસ્ત પણ મુકી દેવામાં આવ્યો છે.

ધોરાજીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા

ધોરાજીમાં ભારે વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ધોરાજીના રામપરા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ગોંડલમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. અને રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી રહી છે.

તંત્ર આવ્યું હરકતમાં

રાજકોટમાં વરસાદની પરિસ્થિતિને જોતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ મનપા કમિશનરે વીટીવી સાથે વાતચીત કરી. જેમાં તેઓએ કહ્યુ કે 3 થી 4 નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. ત્યારે તંત્રની ટીમ સ્ટેન્ડબાય છે. અને જરૂર પડે ત્યારે સ્થળાંતર કરી દેવાશે.

સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય

રાજકોટમાં ભારે વરસાદને પગલે જિલ્લા તથા શહેરની તમામ શાળાઓ આજે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Rain in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ