બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / health tips green cardamom benefits elaichi fayda in gujarati

હેલ્થ ટિપ્સ / હાઇ બીપીથી લઇને ડાયાબિટીસ... જેવી 7 ગંભીર બીમારીઓથી રક્ષણ આપવામાં રામબાણ ઇલાજ છે રસોડાનો આ મસાલો

Manisha Jogi

Last Updated: 06:21 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ બ્લડ પ્રેશર (હાઈપર ટેંશન)ના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા થાય છે. બ્લડ પ્રેશર ઓછું કરવા રસોડાનો આ મસાલો ગુણકારી ઔષધી સાબિત થઈ શકે છે.

  • હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ એટેક જેવી સમસ્યા
  • 7 ગંભીર બીમારીઓથી રક્ષણ આપે છે રસોડાનો આ મસાલો
  • શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે 

હાઈ બ્લડ પ્રેશર (હાઈપર ટેંશન)ના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા થાય છે. નોર્મલ બીપી 120/80 હોય છે, આ લેવલ કરતા બીપી વધુ હોય તો તેને હાઈ બીપી માનવામાં આવે છે. આ કારણોસર અનેક પ્રકારની આરોગ્યની સમસ્યા થઈ શકે છે. બ્લડ પ્રેશર ઓછું કરવા માટે ઈલાયચી એક ગુણકારી ઔષધી સાબિત થઈ શકે છે. અહીંયા અમે તમને ઈલાયચીના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. 

ઈલાયચીના ફાયદા
 હાઈપરટેંશન કંટ્રોલ

 ઈલાયચીને હાઈ બીપી કંટ્રોલ કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર 20 દર્દીઓને ઈલાયચીનો પાઉડર આપવામાં આવ્યો હતો, જેનું સેવન કરવાથી તેમનું બીપી નોર્મલ થઈ ગયું હતું. 

પેટની ચરબી ઓછી કરે છે
ઈલાયચીનું વજન સરળતાથી ઓછું થઈ શકે છે. જેનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપથી થાય છે, જે ચરબી ઓગાળવાનું કામ કરે છે અને વજન ઝડપથી ઓછું થાય છે. 

ડાયાબિટીસ માટે ગુણકારી
 ઈલાયચીના દાણાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને શુગરથી રાહત મળી શકે છે. અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, બ્લડ શુગર કંટ્રોલ કરવા અને ડાયાબિટીસ મેનેજ કરવા માટે ઈલાયચી ગુણકારી માનવામાં આવે છે. 

ભૂખ વધે છે
ઈલાયચીનું સેવન કરવાથી ભૂખ વધે છે. એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ઈલાયચીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને ભૂખ લાગે છે. 

લીવર હેલ્ધી રહે છે
 ઈલાયચીનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડ અને લિવર એન્ઝાઈમ ઓછા થઈ શકે છે. જેનાથી આરોગ્ય પર સારી અસર થાય છે. આ કારણોસર લીવર પર ફેટ જામી જાય છે અને સિરોસિસનું જોખમ રહે છે. 

કેન્સરનું જોખમ ઓછું કરે છે
 અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું થે કે, ઈલાયચીમાં એન્ટી-કેન્સર ગુણ રહેલા છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ઈલાયચીમાં ટ્યુમરવાળા સેલ્સ ખતમ કરવાના ગુણ રહેલા છે. આ કારણોસર ઈલાયચીનું સેવન કરવું તે ફાયદાકારક માનવામાં આવે છે. 

ઓરલ બેનેફિટ્સ
મોઢાની દુર્ગંધ, પેઢાનો દુખાવો, દાંતમાં બળતરાની સમસ્યા માટે ગુણકારી છે. ઓરલ હેલ્થની સમસ્યા હોય તો ઈલાયચી ખૂબ જ ફાયદાકારક છે, જેનાથી ઓરલ ઈન્ફેક્શન દૂર થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ