બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / health tips appendix or appendicitis symptoms causes and treatment in gujarati

હેલ્થ / પેટના આ ભાગમાં ઉપડેલા અચાનક દુખાવાને ક્યારેય મજાકમાં ન લેતા, થઇ શકે છે મોટું જોખમ, જાણો કેમ/

Manisha Jogi

Last Updated: 02:47 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં અપેંડિસાઈટિસ નામની બિમારી ઝડપથી પ્રસરી રહી છે. ઘણા લોકો આ બાબતને ઈગ્નોર કરે છે, જે ગંભીર સમસ્યા બની શકે છે. આ કારણોસર બિમારીમાં સાવધાની રાખવાની જરૂર છે.

  • અપેંડિસાઈટિસ નામની બિમારી ઝડપથી પ્રસરી રહી છે
  • જે ગંભીર સમસ્યા બની શકે છે
  • બિમારીમાં સાવધાની રાખવાની જરૂરી

સમગ્ર વિશ્વમાં અપેંડિસાઈટિસ નામની બિમારી ઝડપથી પ્રસરી રહી છે. અમેરિકામાં 20માંથી એક વ્યક્તિ અપેંડિસાઈટિસ બિમારીથી પરેશાન છે. 10થી 30 વર્ષની ઉંમરના યુવાઓમાં આ બિમારી વધુ જોવા મળી રહી છે. અપેંડિસાઈટિસ થાય તો પેટના જમણા ભાગમાં નીચે તરફ દુખાવો થાય છે. ઘણા લોકો આ બાબતને ઈગ્નોર કરે છે, જે ગંભીર સમસ્યા બની શકે છે. આ કારણોસર બિમારીમાં સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર અપેંડિસાઈટિસ કોઈને પણ થઈ શકે છે. યુવાઓમાં આ બિમારી સૌથી વધુ જોવા મળે છે. 
 
અપેંડિસાઈટિસ શું છે?
એપેન્ડીક્ષમાં સોજો આવે તો અપેંડિસાઈટિસ થાય છે. સમય રહેતા તેનો ઈલાજ ના થાય તો તે ફાટવાનો ડર રહે છે. એપેન્ડીક્ષ આંતરડા સાથે જોડાયેલ એક નાની થેલી હોય છે, જે પેટમાં નીચે જમણી બાજુ હોય છે. એપેન્ડીક્ષમાં કોઈ સમસ્યા થાય તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન તઈ શકે છે. જેના કારણે પરૂ બની શકે છે અને સોજો આવી શકે છે. જેથી પેટમાં દુખાવો થઈ શકે છે. અપેંડિસાઈટિસના કારણે લોહીનું પરિભ્રમણ પણ અટકી શકે છે. 

અપેંડિસાઈટિસ છે કેવી રીતે ઓળખવું

  • પેટ અથવા નાભિવાળા ભાગમાં દુખાવો શરૂ થાય છે, જે ધીમે ધીમે વધવા લાગે છે. 
  • પેટમાં જમણી તરફ નીચેની બાજુએ અચાનક દુખાવો થવો
  • ખાંસી આવે અને ચાલવાથી દુખાવો વધી જવો
  • ભૂખ ઓછી લાગવી, સામાન્ય તાવ આવવો
  • કબજિયાત અથવા ડાયેરિયા અને પેટમાં સોજો આવવો

અપેંડિસાઈટિસનું કારણ
એપેન્ડીક્ષના લેયરમાં અડચણ ઊભી થાય ત્યારે ઈન્ફેક્શન થાય છે, જેના કારણે અપેંડિસાઈટિસ થઈ શકે છે. આ ઈન્ફેક્શન થાય તો, સંક્રમણ ઝડપથી ફેલાય છે. જેના કારણે એપેન્ડીક્ષમાં સોજો આવે છે અને પરૂ બને છે. આ બિમારીનો યોગ્ય સમયે ઈલાજ ના થાય તો ફાટી શકે છે, જેના કારણે પેટમાં ઈન્ફેક્શન થાય છે. 

અપેંડિસાઈટિસનો ઈલાજ
અપેંડિસાઈટિસને ઠીક કરવા માટે સર્જરી કરવામાં આવે છે અને તેને કાઢી દેવામાં આવે છે. ત્યાર પછી દર્દીને એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. અપેંડિસાઈટિસથી બચવા માટે કોઈ નિશ્ચિત રીત નથી. ફાઈબરથી ભરપૂર ભોજન કરવું. મહિલાઓની સરખામણીએ પુરુષોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ બિમારીની ફેમિલી હિસ્ટ્રી હોય તો જોખમ વધુ રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ