બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / health sleeping less than 6 hours every night may increase the risk of heart disease

સ્વાસ્થ્ય એલર્ટ / 6 કલાકથી ઓછો સમય ઊંઘ લેનારા ચેતી જજો, નહીં તો હાર્ટને થઇ શકે છે મોટું નુકસાન, જાણો કેવી રીતે

Manisha Jogi

Last Updated: 02:56 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી રહેવા માટે સ્વસ્થ આહારની સાથે સાથે શારીરિક એક્ટિવિટી અને યોગ્ય ઊંઘ પણ જરૂરી છે. યોગ્ય ઊંઘ ના લેવાને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે. અનિંદ્રાને કારણે હ્રદયરોગનો પણ બની શકો છો.

  • હેલ્ધી રહેવા માટે યોગ્ય ઊંઘ લેવી જરૂરી
  • અનિંદ્રાને કારણે હ્રદયરોગનો થઈ શકે છે
  • હાઈ બ્લડપ્રેશર, મેદસ્વીતાનું રહે છે જોખમ

હેલ્ધી રહેવા માટે સ્વસ્થ આહારની સાથે સાથે શારીરિક એક્ટિવિટી અને યોગ્ય ઊંઘ પણ જરૂરી છે. યોગ્ય ઊંઘ ના લેવાને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે અને રોજબરોજના કામ પર પણ અસર થાય છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, અનિંદ્રાને કારણે હ્રદયરોગનો પણ ભોગ બની શકો છો. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, અનિંદ્રાને કારણે હાઈ બ્લડપ્રેશર, મેદસ્વીતા, હ્રદય રોગ અને સ્ટ્રોક સહિત અનેક બિમારીઓનો ભોગ બની શકો છો. જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

અનિંદ્રાને કારણે આરોગ્ય જોખમાઈ શકે છે
અનિંદ્રાને કારણે વ્યક્તિ અનહેલ્ધી આદતોનો શિકાર બની શકે છે, જેના કારણે હાર્ટને નુકસાન થઈ શકે છે. આ કારણોસર તણાવ વધવા લાગે છે અને ખાનપાનની ખોટી આદત લાગી શકે છે. 7 કલાક કરતા ઓછી ઊંઘ લેવાથી હાર્ટની બિમારી અને ડિપ્રેશન સહિત અનેક બિમારીઓ થવાનું જોખમ રહે છે. આ કારણોસર હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. 

સ્ટડી
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સતત અનિંદ્રાની પરેશાનીને કારણે બ્લડપ્રેશર વધી શકે છે. જેના કારણે હાર્ટ ફેલિયર અને કિડનીની બિમારી થઈ શકે છે. આ કારણોસર 7થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. 

યોગ્ય ઊંઘ આવે તે માટે શું કરવું?

  • અનિંદ્રા અને ખરાબ ગુણવત્તાવાળી ઊંઘને કારણે આરોગ્યને નુકસાન થાય છે. આ કારણોસર ઊંઘ પૂરી કરવાની સાથે સાથે સારી ગુણવત્તાની ઊંઘ આવે તે પણ જરૂરી છે. સારી ગુણવત્તાની ઊંઘ આવે તે માટે શું કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 
  • સારી ઊંઘ આવે તે માટે સૂવાનો અને ઊઠવાનો સમય નક્કી કરી લો. રજાઓ અને વીકેન્ડ્સમાં પણ આ જ શિડ્યુલ ફોલો કરો. 
  • સૂતા પહેલા કેફીન, શરાબ, નિકોટીન અને ભારે ભોજનનું સેવન ના કરવું. આ ફૂડ આઈટમ્સનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમ પર અસર થતા ઊંઘની ગુણવત્તા પ્રભાવિત થાય છે. 
  • સૂવા માટે એક આરામદાયક માહોલ બનાવો. બેડરૂમમાં અંધારૂ, શાંતિ અને આરામદાયક વાતાવરણ હોય તેનું ખાસ ધ્યાન રાખો. 
  • સૂતા પહેલા સ્ક્રીન અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસનો ઉપયોગ ના કરવો. ટીવી, કમ્પ્યૂટર, સ્માર્ટફોન અને ટેબલેટમાંથી નીકળતી બ્લ્યૂ લાઈટ મેલાટોનિન ઓછું કરે છે, જે સ્લીપ પેટર્નને કંટ્રોલ કરે છે. 
  • હેલ્ધી રહેવા અને સારી ઊંઘ આવે તે માટે નિયમિતરૂપે કસરત કરો. શારીરિક એક્ટિવિટી કરવાથી તણાવ ઓછો થાય છે અને મૂડ સારો રહે છે. જેથી ઊંઘ સારી આવે છે. સૂતા સમયે કસરત ના કરવી. 
  • બપોરના સમયે ઊંઘવું નહીં, બપોરે ઊંઘવાને કારણે રાત્રે ઊંઘની ગુણવત્તા અને સૂવાના સમયમાં ફેરફાર થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ