બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / health silent brain stroke know about its causes and preventions

હેલ્થ / સાયલન્ટ બ્રેઈન સ્ટ્રોકથી સાવધાન! કોઇ પણ સંકેત વિના કરે છે હુમલો, જાણો લક્ષણો અને બચાવ

Manisha Jogi

Last Updated: 02:38 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રેઈનમાં કોઈ ટિશ્યૂ ડેમેજ હોય અને ઈજા થઈ હોય તો તે બ્રેઈન સ્કેન સમયે જાણી શકાય છે. જેને સેરેબ્રોવાસ્કુલર એક્સિડન્ટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓને સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોક આવે છે.

  • બ્રેઈનની નસોમાં બ્લીડિંગને કારણે સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોક આવે છે
  • ઓક્સિજન ના પહોંચવાને કારણે બ્રેઈન ડેમેજ થાય છે
  • બ્રેઈન સ્કેન સમયે બ્રેઈન સ્ટ્રોક વિશે જાણી શકાય છે

બ્રેઈનની નસોમાં ક્લોટિંગ અથવા બ્લીડિંગને કારણે સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોક આવે છે. બ્રેઈનના સેલ્સ સુધી ઓક્સિજન ના પહોંચવાને કારણે બ્રેઈન ડેમેજ થાય છે. આ સ્ટ્રોકના લક્ષણો ના દેખાતા નથી તેથી તેને સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોક કહેવામાં આવે છે. બ્રેઈનમાં કોઈ ટિશ્યૂ ડેમેજ હોય અને ઈજા થઈ હોય તો તે બ્રેઈન સ્કેન સમયે જાણી શકાય છે. જેને સેરેબ્રોવાસ્કુલર એક્સિડન્ટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓને સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોક આવે છે. સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોકમાં કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે. 

સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો

  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • સંતુલન ના જળવાવું
  • મૂડમાં ફેરફાર થવો
  • વિચારક્ષમતા ઓછી થઈ જવી
  • બ્લેડર કંટ્રોલ કરવામાં પરેશાની
  • હાથ-પગ થોડા સમય માટે સુન્ન થઈ જવા

સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોકનો ઈલાજ
બ્રેઈન સ્કેન કરાવવા પરથી જાણી શકાય છે કે, તેઓ ક્યારેક સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોકના શિકાર બન્યા છે. આની જાણકારી મળ્યા પછી ડોકટર દવા આપે છે, તેથી ભવિષ્યમાં સ્ટ્રોક આવવાની સંભાવના ઓછી રહે છે. 

કેવી રીતે બચવું?
બીપી કંટ્રોલમાં રાખવું- બીપી હાઈ હોવાને કારમે સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. બીપીની સમસ્યા હોય તો તાત્કાલિક ઈલાજ કરાવવો અને કેટલીક સાવધાની રાખવી. 

મીઠાનું ઓછી માત્રામાં સેવન- મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે, જેના કારણે સ્ટ્રોક આવવાની સંભાવના વધી જાય છે.

વજન સંતુલિત રાખવું- તંદુરસ્ત આરોગ્ય માટે વજન સંતુલિત હોવું જરૂરી છે. વજન વધુ હોવાને કારણે કોલસ્ટ્રોલ, હાઈપરટેંશન અને હ્રદય રોગની સમસ્યા થઈ શકે છે. જેના કારણે સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોક આવવાનું જોખમ રહે છે. 

ધૂમ્રપાન ના કરવું- ધૂમ્રપાનને કારણે સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ કારણોસર સ્મોકિંગ ના કરવું. 

ડાયાબિટીસ- ડાયાબિટીસના કારણે કોલસ્ટ્રોલ વધવાની, વજન વધવાની અને હ્રદય રોગ થવાની સંભાવના રહે છે. આ કારણોસર શુગર લેવલ કંટ્રોલમાં રાખવું નહીંતર સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. 

કોલસ્ટ્રોલ ઓછો રાખવો- ખરાબ કોલસ્ટ્રોલના કારણે આર્ટરીઝ બ્લોક થઈ જાય છે. આ કારણોસર સાઈલેન્ટ બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ડાયટમાં પ્રોસેસ્ડ ફૂડ, તળેલું ભોજન શામેલ ના કરવું. લીલા શાકભાજી, ફળ, દહી અને નટ્સનું સેવન કરવું, જેથી ગુડ કોલસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલસ્ટ્રોલ ઓછો થાય છે. 

કસરત કરવી- કસરત કરવાથી કોલસ્ટ્રોલ, વજન, બીપી, હ્રદય રોગ અને ડાયાબિટીસ સંતુલિત રહે છે. દરરોજ 30 મિનિટ કસરત કરવી જેથી સ્ટ્રોકથી બચી શકાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ