બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / health normal blood pressure chart by age and gender check details here bp normally

જાણવું જરૂરી / તમારું બ્લડ પ્રેશર હાઈ કે લો નથી ને? કેટલું હોવું જોઈએ BP, મહિલા અને પુરુષ ઉંમર પ્રમાણે કરી લો ચેક

Manisha Jogi

Last Updated: 05:25 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું બ્લડ પ્રેશર 120/80 mm Hg હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે. 130-80 mm Hg હોય તો તેને બોર્ડર લાઈન માનવામાં આવે છે.

  • ડાયસ્ટોલિક પ્રેશર 80 mm Hg અથવા તેનાથી ઓછું હોવું જોઈએ
  • 130-80 mm Hg હોય તો તેને બોર્ડર લાઈન માનવામાં આવે છે
  • જાણો ઉંમર અનુસાર કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર

અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર વયસ્ક લોકોનું સિસ્ટોલિક પ્રેશર 120 mm Hg અને ડાયસ્ટોલિક પ્રેશર 80 mm Hg અથવા તેનાથી ઓછું હોવું જોઈએ. જો તમારું બ્લડ પ્રેશર 120/80 mm Hg હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે. 130-80 mm Hg હોય તો તેને બોર્ડર લાઈન માનવામાં આવે છે. આ બ્લડ પ્રેશર 140-100 થાય તો તેને હાઈ બ્લડ પ્રેશર માનવામાં આવે છે. 

મહિલાઓ તથા પુરુષોની ઉંમર અને જેન્ડર અનુસાર બ્લડ પ્રેશર અલગ અલગ હોય છે. 21થી 30 વર્ષ સુધીના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 78થી 80 mm Hg વચ્ચે હોવું જોઈએ, જેને નોર્મલ રેન્જ માનવામાં આવે છે. 

પુરુષોનું બ્લડ પ્રેશર
31થી 40 વર્ષના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 114થી 120 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 75 mm Hg હોવું જોઈએ. 41થી 50 વર્ષ સુધીના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 115થી 119 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 78 થી 80 mm Hg હોવું જોઈએ.

51થી 60 વર્ષના પુરુષોનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 125થી 129 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 79થી 80 mm Hg હોવું જોઈએ. 60થી 65 વર્ષ સુધીના પુરુષોનું બ્લડ પ્રેશર 143/76 mm Hg સુધી હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે. 

મહિલાઓનું બ્લડ પ્રેશર
મહિલાઓની વાત કરવામાં આવે તો 21થી 30 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 115 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 70 mm Hg સુધી હોવું જોઈએ, જેને નોર્મલ રેન્જ માનવામાં આવે છે. 

31થી 40 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 110થી 112 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 72થી74 mm Hg સુધી હોવું જોઈએ, જેને નોર્મલ રેન્જ માનવામાં આવે છે. 41થી 50 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 116થી 124 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 73થી78 mm Hg સુધી હોવું જોઈએ.

51થી 60 વર્ષ સુધીની મહિલાઓનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 122થી 132 mm Hg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 74થી 78 mm Hg સુધી હોવું જોઈએ, જેને નોર્મલ રેન્જ માનવામાં આવે છે. 61થી 65 વર્ષ સુધીની મહિલાઓનું બ્લડ પ્રેશર 130/77 mm Hg હોવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ