બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / health loneliness can be life threatening tips to help fight

હેલ્થ / શું તમે એકલવાયું જીવન જીવો છો? તો તમારા જીવને છે ખતરો! WHOએ જાહેર કરી ચેતવણી, આ ટિપ્સથી કરો બચાવ

Manisha Jogi

Last Updated: 09:17 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO એકલાપણાને ઘાતક ગણાવ્યું છે. આ કારણોસર એકલતાનો સામનો કેવી રીતે કરવો તે સમજવું ખૂબ જ જરૂરી છે. એકલતાની સમસ્યાથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • WHO એકલાપણાને ઘાતક ગણાવ્યું
  • એકલતાનો સામનો કેવી રીતે કરવો?
  • એકલાપણું તે એક દિવસમાં 15 સીગારેટ પીવા જેટલું જોખમી

WHO એકલાપણાને ઘાતક ગણાવ્યું છે. WHOએ આવર એપિડેમિક ઓફ ગ્લોબલ લોનલીનેસ અને આઈસોલેશન નામના રિપોર્ટમાં જણાવ્યું છે કે, એકલાપણું તે એક દિવસમાં 15 સીગારેટ પીવા જેટલું જોખમી છે. 

એકલાપણાને કારણે હ્રદયરોગ, સ્ટ્રોક, ડિમેન્શિયા, ડિપ્રેશન, ચિંતા અને અકાળ મૃત્યુનું જોખમ રહેલું છે. WHO અનુસાર, લગભગ 5થી15 ટકા ટીનએજર એકલાપણાનો સામનો કરી રહ્યા છે અને આ સંખ્યા વધી શકે છે. એકલતાને કારણે વ્યક્તિના રોજિંદા જીવન પર અસર થાય છે. જેની વ્યક્તિના કામ, ખાનપાન અને વર્તન પર નકારાત્મક અસર પડે છે. આ કારણોસર એકલતાનો સામનો કેવી રીતે કરવો તે સમજવું ખૂબ જ જરૂરી છે. એકલતાની સમસ્યાથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સેલ્ફ કેર- તમારા ઘણા મિત્રો હશે અથવા તમે હંમેશા લોકોથી ઘેરાયેલા રહેશો, તો એકલતા નહીં લાગે તે બિલ્કુલ અસત્ય છે. ખુદની સાથે સંબંધ મજબૂત બનાવવો ખૂબ જ જરૂરૂ છે. ઘણી વખત આપણે ખુદને મહત્ત્વ આપતા નથી અને અન્ય લોકો દ્વારા ખુદને વેલિડેટ કરાવવાની કોશિશ કરીએ છીએ. આ કારણોસર સેલ્ફ કેર અને સેલ્ફ લવ ખૂબ જ જરૂરી છે. 

પાળતુ પ્રાણી રાખો- જો તમે એકલા રહો છો અને લોકોને મળવું વધુ પસંદ નથી, તો તમે કોઈ પાળતુ પ્રાણી રાખી શકો છો. જે માટે શ્વાન અને બિલાડી સૌથી સારો વિકલ્પ છે, જે ઘણીવાર તમારા મૂડને ઓળખીને તમારું મનોરંજન કરે છે. પાળતુ પ્રાણી સાથે રમવું અને હેંગઆઉટ કરવું તે તમારા માનસિક આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મિત્રો સાથે સારા સંબંધ રાખો- અનેક વાર મિત્રો હોવા છતાં તેમની સાથે વધુ વાત કરતા નથી અને મળતા નથી. જેના કારણે સંબંધો નબળા પડી જાય છે અને ધીમે ધીમે આપણા મિત્રો આપણાથી દૂર થતા જાય છે. આ કારણોસર તમારા જૂના મિત્રો સાથે સંબંધો મજબૂત કરવાની કોશિશ કરો. આ પ્રકારે કરવાથી તમારા માનસિક આરોગ્ય પર સારી અસર થશે.

વાત કરો- જો તમે એકલતા લાગી રહી છે, તો કુટુંબના સભ્યો અથવા મિત્રો સાથે વાત કરી શકો છો. જેથી તણાવ ઓછો થશે. ઉપરાંત તમે તમારી સપોર્ટ સિસ્ટમની મદદથી તમારી સમસ્યાનું નિવારણ લાવી શકો છો. 

થેરાપી લો- જો તમને એવું લાગી રહ્યું છે કે, તમારે મદદની જરૂર છે, તો તમે પ્રોફેશનલની મદદ લઈ શકો છો. થેરાપી લેવાથી તમારી માનસિક સમસ્યા દૂર કરી શકશો, કઠિન સવાલોના જવાબ શોધી શકશો અને માનસિક આરોગ્યમાં સુધારો થશે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ