બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / આરોગ્ય / health home remedies to get relief from nose congestion in monsoon

Health Tips / ચોમાસામાં વારંવાર નાક થઇ જાય છે બંધ! તો ચિંતા શાની, અપનાવો આ ઘરેલુ નુસખા ને મેળવો રાહત

Manisha Jogi

Last Updated: 12:55 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાક બંધ થઈ જવાને કારણે સરળતાથી શ્વાસ લઈ શકાતો નથી. આ સમસ્યા દવાથી ઠીક થઈ શકે છે, પરંતુ કેટલાક ઘરેલુ ઉપાય કરીને પણ આ સમસ્યાથી રાહત મળી શકે છે.

  • ચોમાસામાં બિમારી થવાનું જોખમ રહે છે
  • શર્દી, ખાંસી અને કફ થાય છે
  • ઘરેલુ ઉપાયની મદદથી આ સમસ્યાથી મેળવો રાહત

ચોમાસુ આવતા જ ચારેબાજુ હરિયાળી છવાઈ જાય છે અને આસપાસનું વાતાવરણ મહેકી ઉઠે છે. તેની સાથે સાથે અનેક પરેશાનીઓ પણ આવે છે. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાને કારણે ઈન્ફેક્શન અને બિમારી થવાનું જોખમ રહે છે. ઉપરાંત નાક બંધ થઈ જાય અને શર્દી કફ થાય છે. જેના કારણે સરળતાથી શ્વાસ લઈ શકાતો નથી. આ સમસ્યા દવાથી ઠીક થઈ શકે છે, પરંતુ કેટલાક ઘરેલુ ઉપાય કરીને પણ આ સમસ્યાથી રાહત મળી શકે છે. જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

બંધ નાકથી છુટકારો મેળવવા શું કરવું?
સ્ટીમ લેવી

વરાળ લેવાથી કફ છૂટો પડે છે અને તાત્કાલિક રાહત મળી શકે છે. સ્ટીમ લેવા માટે થોડુ પાણી ઉકાળો અને એક વાટકીમાં તે પાણી લો. હવે ટુવાલ માથા પર રાકીને વાટકી તરફ મોઢુ લઈ જાવ અને તે વરાળ શ્વાસથી લેવાની કોશિશ કરો. 2-3 મિનિટ સુધી આ પ્રકારે કરવાથી બંધ નાકથી રાહત મળે છે. 

ખારા પાણીથી નાક સાફ કરવું
બંધ નાકથી રાહત મેળવવા માટે આ એક કારગર રીત છે. તમારે ખારું પાણી લઈને નાકથી કોગળા કરવાના છે. તે માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠુ નાખો અને નાકનો રસ્તો ધીરેથી સાફ કરો. તે માટે તમે નેતિ પોટનો પણ ઉપયોગ કરી શકો છો. આ પ્રકારે કરતા સમયે થોડી સાવધાની રાખવાની જરૂર છે. 

શેક લેવો
ગરમ શેક લેવાથી પણ બંધ નાકથી રાહત મળે છે. આ પ્રકારે કરવાથી સોજામાં પણ રાહત મળે છે. એક સાફ કપડું ગરમ પાણીમાં બોળીને નીચોવી લો અને થોડી મિનિટ માટે તમારા નાક અને માથા પર રાખો. 

હાઈડ્રેટેડ રહો
પાણી, હર્બલ ટી અને ગરમ સૂપ જેવી અનેક લિક્વિડ આઈટમ છે, જે પીવાથી કફ છૂટો પડે છે અને બંધ નાકથી રાહત મળે છે. 

આદુની ચા
આદુમાં નેચરલ એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. આદુને પાણીમાં થોડી મિનિટ સુધી ઉકાળીને ચા બનાવો અને તેમાં મધ મિશ્ર કરો. આ ચાનું સેવન કરવાથી બંધ નાકથી છુટકારો મળે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ