બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / health blood cancer symptoms you should not ignore these signs

ઍલર્ટ! / જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, હોઇ શકે છે બ્લડ કેન્સરના સંકેત, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર

Manisha Jogi

Last Updated: 04:21 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં લોકોના મૃત્યુનું થવાનું પ્રમુખ કારણ કેન્સર છે. કેન્સરના અનેક પ્રકાર હોય છે અને તેના લક્ષણ પણ અલગ અલગ હોય છે.

  • કેન્સર એક ઘાતક બિમારી છે
  • કેન્સરના પ્રકાર પ્રમાણે તેના લક્ષણ પણ અલગ અલગ હોય છે
  • સમગ્ર વિશ્વમાં લોકોના મૃત્યુનું થવાનું પ્રમુખ કારણ કેન્સર છે

કેન્સર એક ઘાતક બિમારી છે. જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. સમગ્ર વિશ્વમાં લોકોના મૃત્યુનું થવાનું પ્રમુખ કારણ કેન્સર છે. કેન્સરના અનેક પ્રકાર હોય છે અને તેના લક્ષણ પણ અલગ અલગ હોય છે. અહીંયા અમે તમને બ્લડ કેન્સરના લક્ષણો વિશે જણાવીશું. આ કેન્સરને હેમેટોલોજિક મેલિગ્નેંસી તરીકે ઓળખવામાં આવે છે. 

બ્લડ કેન્સરના લક્ષણો
સતત થાક લાગવો

અનેક વાર યોગ્ય પ્રકારે ભોજન ના કરવાને કારણે શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે, જેના કારણે થાક લાગે છે. સતત થાક લાગતો હોય તો તે બ્લડ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. શરીરમાં લોહીની ઊણપને કારણે એનીમિયા થઈ શકે છે. 

અચાનક વજન ઘટી જવું
શરીરમાં કેન્સર કોશિકાઓ વધે તો મેટાબોલિઝમમાં ફેરફાર થાય છે, જેના કારણે વજન ઘટવા લાગે છે. બ્લડ કેન્સરનું આ પ્રાથમિક લક્ષણ છે. 

વારંવાર ઈન્ફેક્શન થવું
વારંવાર કોઈને કોઈ ઈન્ફેક્શન થતું હોય તો ડોકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. બ્લડ કેન્સર થાય તો શરીરમાં WBCની ઊણપ વર્તાય છે. જેના કારણે શરીરમાં વારંવાર ઈન્ફેક્શન થાય છે. 

લિમ્ફ નોડ્સમાં સોજો
લિમ્ફ નોડ્સમાં સોજો આવવાના અનેક કારણ હોઈ શકે છે. લોકો આ સોજાને નજરઅંદાજ કરે છે. ગર્દન અને બગલમાં દુખાવો થતો હોય તો તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. 

હાડકાંમાં દુખાવો
દર્દીને સતત પીઠ અને પાંસળીઓમાં દુખાવો થતો હોય તો તે બ્લડ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તમને પણ સતત આ પ્રકારે દુખાવો થતો હોય તો આરોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી. 

ઈજા થવી અને વધુ લોહી નીકળવું
સામાન્ય ઈજા થવા છતાં વધુ સમય સુધી બ્લીડિંગ થાય તો તે બ્લડ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. પેઢામાંથી લોહી નીકળવું તે પણ બ્લડ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ