બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Head Clark Paper Leak: Contradictory Statement of Asit Vora and Yuvraj Singh

પેપર લીક / નક્કર પુરાવા નથી મળ્યાના અસિત વોરાના નિવેદન પર યુવરાજસિંહે કહ્યું- પૂરાવા આપ્યાનો પણ પૂરાવો આપવો પડે છે

Vishnu

Last Updated: 08:33 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસીત વોરા કહે છે અમને ફરિયાદ પણ નથી કરાઇ પૂરાવા પણ નથી આપ્યા, યુવરાજસિંહે કહ્યું મંડળને પૂરાવા આપ્યા, તો સાચું કોણ, શું પેપર કાંડને દબાવવાના પ્રયાસ થયા?

  • હેડ ક્લાર્કના પેપર ફૂટવા અંગે સત્ય શું ?
  • પેપર લીકના મુદ્દે ટ્રાન્સપરન્ટ તપાસ કેમ નહી ?
  • હજારો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કેમ ?

હેડ ક્લાર્કના પેપર ફૂટવા અંગે  ગૌણસેવા પસંદગીના અધ્યક્ષ અસીત વોરાએ કહ્યું કે હજુ સુધી પેપર ફૂટવાના અમને કોઈ પૂરાવા મળ્યા નથી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ છે. આ મુદ્દે આંદોલનકારી યુવારાજ સિંહે કહ્યું કે પેપર લીકના તમામ પુરાવાઓ અમે ગૌણ સેવા પસંદગીના સચીવને સોંપ્યા છે...ગાંધીનગર PI ને પણ અમે જાણ કરી છે.

અમને પૂરાવા નથી મળ્યા: અસિત વોરા
હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી છે, સરકારને બીજા દિવસે ટીવી મીડિયાથી અમને ખબર પડી કે પેપરલીક થયું છે. મંડળ પાસે આજદિન સુધીમાં પેપરલીક મામલે કોઈ જ ફરિયાદ આવી નથી. હાલ આ મામલે સાબરકાંઠામાં 16 ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.અને જો ગેરરીતિ જણાશે તો કડકમાં કડક પગલાં લેવાશે. તેમજ તેણે ઉમેર્યું હતું કે, પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા અમને મળ્યા નથી, પોલીસને કોઈ પુરાવા મળશે તો મંડળ ફરિયાદ દાખલ કરશે. 

અસિત વોરાની શંકાસ્પદ ભૂમિકા, તેમને તપાસમાંથી દૂર કરવામાં આવેઃ યુવરાજસિંહ
હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા હતા. 2 વાગ્યે પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે ઓથેન્ટિંગ પુરાવા આપો. હવે તેઓ કયા પુરાવાને ઓથેન્ટિંગ માને છે તે અમને નથી ખબર. આ પેપર લીકની તપાસમાં GSSSBના ચેરમેનની શંકાસ્પદ ભૂમિકા છે, તેથી તપાસમાંથી અસિત વોરા ને દૂર કરવામાં આવે એવી માંગ છે. અમે અસિત વોરાને તપાસથી દુર કરીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અસિત વોરા અધ્યક્ષ હતા ત્યારે અનેક કૌભાંડ થયા છે. અસિત વોરાને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવે.

હેડ ક્લાર્ક પેપર લીક આક્ષેપના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક  ઘટસ્ફોટ કરી  ઓડિયો ક્લિપ કરી જાહેર કરી છે. આ ઓડિયો ક્લિપમાં અગાઉ ટેલિફોનિક વાતચીતમાં પેપર લીક થયા અંગે અમે ગૌણ સેવાના અધિકારીને જણાવવામાં આવ્યુ હતું. અને પેપર ફૂંટ્યા અંગે જાણ કરી હતી અને આવા લોકોને પકડવા જોઇએ તેમ પણ અધિકારીને જણાવ્યુ હતું. અને હેડ ક્લાર્કનું પેપર ફોડનારા વ્યક્તિ સામે કાર્યવાહી કરી તપાસ કરવામાં આવે. અને આ માટે અધિકારીએ પણ પુરાવા આપવા અંગે જણાવ્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ