બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya axed, replaced by Shivam Dube, Rinku Singh in India's T20 World Cup Playing XI selected by Virender Sehwag

T-20 વર્લ્ડ કપ / સેહવાગે જાહેર કરી T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયા, હાર્દિકનું કાપ્યું પત્તું, કોને કોને લીધા?

Hiralal

Last Updated: 06:46 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જોકે આ સત્તાવાર નથી, આ તો સેહવાગને જે લાગ્યું તેવી રીતે ટીમ બનાવી છે.

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવા જઈ રહ્યો છે. આગામી ટુર્નામેન્ટમાં કયા ખેલાડીઓ ઉતરશે અને કોણ ચૂકી જશે તેને લઈને ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો સતત આગાહી કરી રહ્યા છે. આ ક્રમમાં હવે ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગનું નામ પણ સામેલ થઈ ગયું છે. સેહવાગે ટી-20 વર્લ્ડ કપ માટે તેની પ્રિય ભારતીય પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. તેણે આ ટીમમાંથી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પત્તું કાપી નાખ્યું છે.

સેહવાગે શિવમ દુબે-સંદીપ શર્માને સ્થાન આપ્યું  
સેહવાગે ટી 20 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી ટીમમાં હાર્દિકની જગ્યાએ ઓલરાઉન્ડર શિવમ દુબેની પસંદગી કરી છે.  શિવમ દુબે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમી રહ્યો છે.  દુબેએ આઠ મેચમાં 51.83ની એવરેજ અને 169.95ની સ્ટ્રાઇક રેટથી 311 રન બનાવ્યા છે. સેહવાગે ફાસ્ટ બોલર સંદીપ શર્માને પોતાની ટીમમાં જગ્યા આપીને બધાને ચોંકાવી દીધા છે. સેહવાગે પેસર અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર કરતાં સંદીપને પસંદ કર્યો. 30 વર્ષીય સંદીપ રાજસ્થાન રોયલ્સ (આરઆર)નો ભાગ છે. સંદીપે તાજેતરમાં જ મુંબઈ સામે 18 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સેહવાગે પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતની પસંદગી કરી છે. તેઓએ જીતેશ શર્મા, સંજુ સેમસન અને ઇશાન કિશનને આઉટ કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ (ડીસી)ના કેપ્ટન પંતે કેટલીક મેચોમાં સારો દેખાવ કર્યો છે.

ટીમનું સત્તાવાર એલાન નહીં
જોકે સેહવાગે જાહેર કરેલી ટી 20 વર્લ્ડ કપની ટીમની આ સત્તાવાર જાહેરાત નથી. વિરેન્દ્ર સેહવાગે પોતાની રીતે ટીમ બનાવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ તારીખ 28મી એપ્રિલની આસપાસ 15 સભ્યોની ટી-20 વર્લ્ડ કપની ટીમની જાહેરાત કરશે.

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે વિરેન્દ્ર સેહવાગની પ્લેઇંગ ઇલેવન: 
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), રિંકુ સિંહ અથવા શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સંદીપ શર્મા.

સેહવાગની આગાહી કેટલી સાચી પડશે?
સેહવાગે ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ તો બનાવી દીધી પરંતુ જોવાનું એ રહે છે કે તેની આ ટીમની આગાહી કેટલી સાચી પડે છે કે પછી સેહવાગે કોઈ ઈશારો તો નથી કર્યોને?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ