બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / મનોરંજન / Happy birthday pankaj tripathi

Happy Birthday / કાલિન ભૈયા છે મોટીવેશનનો ડોઝ, પત્નીએ ખોલ્યા એક્ટરના રહસ્ય

Kinjari

Last Updated: 11:50 AM, 5 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠી કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે એટલા મશહૂર થઇ ગયા છે તે હવે જો તે કોઇ ફિલ્મમાં આવે તો લોકો તેમને જોવા માટે થિયેટર સુધી લાંબા થાય છે. ફૂકરે રિટર્ન્સ, બરેલી કી બરફી, લૂક્કા છૂપી, સુપર30 જેવી ફિલ્મોમાં જ્યારે પંકજ ત્રિપાઠી આવે છે. તેમનો મિર્ઝાપૂરમાં કાલિન ભૈયાનો રોલ અને સેક્રેડ ગેમ્સનો રોલ ના કારણે તે ખાસા ફેસમ થયા છે.

  • હેપ્પી બર્થડે કાલિન ભૈયા
  • પંકજ ત્રિપાઠીની પત્નીએ ખોલ્યા રહસ્ય
  • જલ્દી આવશે મિર્ઝાપૂર

 

પંકજ ત્રિપાઠી ફિલ્મી પરદા પર તો કોમિક અંદાજમાં નજર આવે છે પરંતુ રિયલ લાઇફમાં પણ તેવા જ છે. હાલમાં જ પંકજ ત્રિપાઠી અને તેમની પત્ની મૃદુલાએ તેમના ઘણા રાઝ ખોલ્યા હતા. જો કોમ્પલિમેન્ટ આપવાની વાત હોય તો પંકજ ત્રિપાઠી આઇ લવ યુ નથી કહેતા પરંતુ તેમની સ્ટાઇલ એકદમ અલગ છે. 

અભિનેતા પંકજ ત્રિપાઠી, પત્નીને હસતાં કહે છે કે પ્રેમ શબ્દોમાં નહીં, આંખોમાં જોવો જોઈએ, અને જ્યારે તે સારી રીતે તૈયાર થાય છે, ત્યારે હું તેમને કોમ્પલિમેન્ટ આપું છું, આજે શું વાત છે કે જયા પ્રદા એકદમ લાગી રહી છે . પંકજ ત્રિપાઠી કહે છે કે અમારા જમાનામાં જયા પ્રદાને ખૂબ ક્રેઝ રહેતો હતો અને હું પણ તેનો ચાહક હતો, તેથી જો હું તેમનો શણગાર જોઉં તો હું મારી સ્ટાઇલમાં તેની પ્રશંસા કરું છું.

પંકજ ત્રિપાઠીની મજાક ઉડાવતા વખતે તેમની પત્ની કહે છે કે જ્યારે પંકજ મારી પ્રશંસા કરે છે ત્યારે હું સમજી શકતી નથી કે તે મને પ્રશંસા કરે છે કે મજાક ઉડાવે છે. હવે, અમારી પુત્રી પણ મજાક કરી લે છે અને કહે છે કે પાપ્પા મમ્મી સાથે ફોટો લઈ રહ્યા છીએ નજીક તો ઉભા રહો.  

પંજક ત્રિપાઠીએ એક વાર કહ્યું હતુ કે, ઘણીવાર જીવનમાં કોઇ ઘટના નથી બની રહી, કે લાખ પ્રયત્ન છતાં પણ તે વસ્તુ નથી મળી રહી તો તેને છોડી દેવી જોઇએ. કારણકે ભગવાને તમારા જીવનમાં તેનાથી કંઇક સારુ લખ્યું હશે. પંકજ કિસ્સો સંભળાવતા કહે છે કે, એક વાર તેમના પિતાજીને ટ્રેક્ટર લેવુ હતુ અને લાખ મહેનત બાદ પણ ટ્રેક્ટર લઇ શકાય તેવી પરિસ્થિતિ ઉભી ન થઇ. સારુ થયુ કે ટ્રેક્ટર ન લઇ શકાયુ નહીંતર હું આજે એક્ટર નહી પણ ખેડૂત જ હોત. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ