બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / Hair fall, dizziness, growth, problem home remedies solution is here

હેરકેર / શું તમારે પણ રાખવી છે વાળની માવજત? તો આજથી જ ફોલો કરો આ હેલ્થ ટિપ્સ, ગ્રોથમાં થશે ફટાફટ વધારો

Vaidehi

Last Updated: 08:16 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વધી રહેલા પ્રદૂષણ અને બદલાતી ઋતુઓની સીધી અસર વાળ પર થાય છે. વાળ ખરવાથી લઈને વાળનાં સારા ગ્રોથ સુધીની તમામ મુશ્કેલીઓનો ઘરેલૂ ઈલાજ વાંચો VtvGujarati પર.

  • વાળની સાચવણી ખૂબ જરૂરી
  • પ્રદૂષણ અને તણાવને લીધે વાળની સમસ્યા વધી
  • વાળની માવજત ઘરેલૂ ઉપાયો કરીને પણ કરી શકાય છે

સતત બદલાતી ઋતુઓની સાથે-સાથે આપણે પણ બદલાતાં રહેવું પડે છે. બદલાતી ઋતુની ત્વચા અને વાળ ઉપર ઝડપથી અસર થતી હોય છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે ઉનાળામાં પરસેવાના લીધે અને શિયાળામાં ઠંડકના કારણે શરીરના વિવિધ ભાગોની યોગ્ય માવજત જરૂરી બની જાય છે. 

હવે ગરમીની શરૂઆત થઇ ગઈ છે અને તેની સીધી અસર વાળ પર પણ જોવા મળશે. અત્યારે ખોરાક અને પાણીના કારણે વાળ ખરવાની, રૂક્ષ થવાની અને ગ્રે હેરની સમસ્યા લગભગ તમામ વ્યક્તિમાં જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે તમારે કેટલીક બાબતોની કાળજી રાખવી પડે છે. '

  • સૌપ્રથમ તો વાળને સવાર-સાંજ સૂર્યનો કોમળ તડકો અને હવા મળી રહે તેનું ધ્યાન રાખવું જોઇએ.
  • સામાન્ય આદત પ્રમાણે યુવતીઓ વાળની ગૂંચ ઉપરથી કાઢતી હોય છે, પરંતુ ગૂંચ પહેલાં નીચેથી કાઢવી. ત્યાર બાદ ઉપરથી ગૂંચ કાઢવી, જેથી કરીને વાળ ઓછા તૂટે. 
  • વાળ ધોવા માટે ઠંડું પાણી અથવા તો નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઇએ. અતિશય ગરમ પાણી વાળને નુકસાન કરે છે. 
  • વાળ ધોવા માટે આયુર્વેદિક શેમ્પૂનો ઉપયોગ કરશો તો વાળ વધુ સારા રહેશે. હેરક્રીમ, હેરલોશન, હેરડાઇ, હેરકલર જેવાં દ્રવ્યોથી લાંબા ગાળે વાળને નુકસાન થાય છે.   

ઘણાં પરિબળો વાળ પર અસર કરે છે
મહિલાઓની તણાવભરી જીવનશૈલી, પ્રદૂષણ અને અન્ય ઘણાં પરિબળો છે, જે વાળ પર અસર કરે છે, જેથી ખરાબ થઇ ગયેલા વાળને સુંવાળા અને મુલાયમ બનાવવા માટે હેર-સ્પા ટ્રીટમેન્ટ લઇ શકો છો અને આ ટ્રીટમેન્ટમાં માત્ર પ૦થી ૬૦ મિનિટ જેટલો સમય લાગે છે. આ ટ્રીટમેન્ટથી તમારા વાળને મૂળમાંથી જ પોષણ મળે છે, જેથી વાળના રી-ગ્રોથનું પ્રમાણ પણ વધે છે.

માથામાં નાખવા તલ કે કોપરેલનું તેલ વાપરો
જો તમે વાળ ધોઇને તેલ નાખવાનાં હો તો તકેદારી રાખો કે વાળ એકદમ સુકાઇ જાય પછી જ તેલ નાખો. જો તમે રોજ ઓફિસ જાઓ છો અને તેલ ન નાખી શકતાં હો તો રાતે તેલ નાખી લો અને સવારે માથું ધોઇ નાખવું. આથી આખી રાત દરમિયાન તેલ વાળને પોષણ પૂરું પાડશે, જેને શિયાળામાં શરદી રહેતી હોય અથવા જેને શરદીનો કોઠો હોય તેણે ઠંડાં તેલ જેવાં કે આમળાં, દૂધી કે બ્રાહ્મી તેલનો ઉપયોગ ટાળવો. તેમણે તલનું તેલ, કોપરેલ, ભૃંગરાજ તેલ વાપરવું જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ