બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat's dominance in drug production, see what the Union Health Minister has appealed to the investors of the world

પ્રિ-ઇવેન્ટ સમીટ / દવાના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો, વિશ્વના રોકાણકારોને કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જુઓ શું કરી અપીલ

Mehul

Last Updated: 07:01 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંત્રી માંડવિયાએ કહ્યું કે,નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહે એ માટે 8,500 જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત. ભારતની જેનરીક દવાઓ પૈકીની 40 ટકા દવાઓ અમેરિકામાં વપરાય છે

  • ભારતના ફાર્માસ્યુટિકલ પ્રોડક્શનમાં અગેસર ગુજરાત 
  • પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં પ્રિઇવેન્ટ સમીટ
  • મુખ્યમંત્રી,કેન્દ્રિય આરોગ્યમંત્રી રહ્યા ઉપસ્થિત 

ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે આયોજિત હોલિસ્ટીક હેલ્થકેર: ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ સમિટના ઉદ્દઘાટન અવસરે સંબોધન કરતાં કહ્યું કે,ગુજરાત દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોનું સેન્ટર પોઇન્ટ હોવાનો સ્પષ્ટ મત વ્યકત કરી ઉમેર્યું કે , દેશના કુલ વિસ્તારનો 6 ટકા ભુ-ભાગ ધરાવતું ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ પ્રોડક્શનમાં 1/3 એટલે કે 33 ટકા જેટલું યોગદાન આપીને અગ્રેસર બન્યું છે 

ફાર્મા ઉદ્યોગો માટે આ સમિટ ઉપયુકત

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ  મનસુખ માંડવીયા, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી શ્રીમતી નિમીષાબહેન સુથાર તેમજ ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય સચિવ સુ એસ. અર્પણા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા ડૉ. સોમાણી, યુ.એસ.એફ.ડી એ ના સુમેકમૂલેન સહિત વરિષ્ઠ સચિવો અને અગ્રણી ફાર્મા-મેડીકલ ડિવાઇસીસ ઉદ્યોગકારો આ સમિટમાં જોડાયા હતા. મુંખ્યમંત્રીએ ફાર્માસ્યુટિકલ, મેડીકલ ડિવાઇસીસ સેક્ટરના ઉદ્યોગકારો-નિવેશકોને વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું નિમંત્રણ પાઠવ્યું હતું તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના આહવાનને સાકાર કરવા ફાર્મા ઉદ્યોગો માટે આ સમિટ ઉપયુકત બનશે

 


    
ઓર્થોપેડીક ઇમ્પ્લાન્ટસનું 60 ટકા જેટલું ઉત્પાદન રાજ્યમાં; CM

મુખ્યમંત્રીએ  ઉમેર્યુ કે, ગુજરાતમાં ઉત્પાદિત થતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરે લોકોનો સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ સંપાદિત કર્યો છે. ગુજરાત તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. કાર્ડીયાક સ્ટેન્ટનું 70 ટકાથી વધુ તથા ઓર્થોપેડીક ઇમ્પ્લાન્ટસનું 60 ટકા જેટલું ઉત્પાદન રાજ્યમાં થાય છે.   ગુજરાતનું આ ક્ષેત્ર ગુણવતા શ્રેષ્ઠતાના માનાંક પર ખરૂં ઉમર્યુ છે તેની ભૂમિકા આપતાં  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે ભરૂચ નજીક અત્યાધુનિક બલ્ક ડ્રગ પાર્ક કેન્દ્ર સરકારના સહયોગથી સ્થપાવાની કાર્યવાહી ગતિમાં છે. મુખ્યમંત્રીએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશનની 6 દાયકાની સફળતાની ગાથા આલેખતા પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશનની 6 દાયકાની સફળતાની ગાથા આલેખતા પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતું. 


     
મુખ્યમંત્રીએ હેલ્થકેર અને ફાર્મા ઉદ્યોગોને હજુ આગળ લઇ જવાની નેમ દર્શાવતાં જણાવ્યું કે, આવનારા બે દાયકાના ભવિષ્યને ધ્યાનમાં રાખી લોકોને વાજબી ભાવે, ગુણવતા સભર દવાઓ અને આરોગ્ય સેવા પ્રદાન કરવાનું આયોજન ઘડવાનો હવેનો સમય છે. તેમણે આ દિશાના વિચાર-મંથન માટે હોલિસ્ટીક હેલ્થકેર-ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ વિષયક સમિટ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવી આશા વ્યકત કરી હતી.   તેમણે આ દિશાના વિચાર-મંથન માટે હોલિસ્ટીક હેલ્થકેર-ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ વિષયક સમિટ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવી આશા વ્યકત કરી હતી.

  
કેન્દ્રિય આરોગ્યમંત્રી  મનસુખ માંડવીયા 

 કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  મનસુખ માંડવિયાએ ફાર્માસ્યુટીકલ ઉત્પાદકોને આહવાન કરતાં કહ્યું કે, દેશના જવાનો જેમ સીમાની સુરક્ષા કરે છે એ રીતે આપ સૌ નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓનું ઉત્પાદન કરીને ઉત્તમ સેવાનું માધ્યમ બનાવીને જન સેવાનું અપ્રતિમ કાર્ય કરશો એવો મને દૃઢ વિશ્વાસ છે. 

પ્રિઇવેન્ટ સમીટ મહત્વની
આજે ગુજરાત સરકાર દ્વારા આયોજીત હોલિસ્ટેક હેલ્થ કેર : હેલ્થ ઓન ફાર્માસ્યુટીકલ એન્ડ મેડીકલ ડિવાઈસીસ-પી ઇવેન્ટ સમીટના આયોજનને અભિનંદન આપતાં મંત્રી  માંડવિયાએ કહ્યું કે, ગુજરાતને રોલ મોડલ પ્રસ્થાપિત કરવાના આશયથી તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નોલેજ શેરીંગના માધ્યમ દ્વારા શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની આગામી સમયમાં દશમી શૃંખલા યોજાનાર છે એ માટે આ મહત્વની પુરવાર થશે.

ગુજરાત અને દેશ રીસર્ચ- પ્રોડકશનમાં આગળ વધશે
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ ક્ષેત્રોના વિકાસ માટે એક હોલીસ્ટીક એપ્રોચ અપનાવ્યો છે એટલે જ આરોગ્ય અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રને સાંકળીને એક જ મંત્રીશ્રી પાસે હવાલો રાખ્યો છે. જેના પરિણામે નિર્ણયશક્તિ અને વિકાસની કામગીરીમાં એકસૂત્રતા તથા ઝડપ વધી છે. ભારતમાં સુદૃઢ માળખાગત સવલતો તો છે જ એની સાથે વિશ્વના દેશોને ભારતમાં વિશ્વાસ પણ છે એટલે જ ભવિષ્યમાં ફાર્મા ક્ષેત્રે ગુજરાત અને દેશ રીસર્ચ- પ્રોડકશનમાં આગળ વધશે. તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં વિશ્વના રોકારણકારોને ભાગીદારીમાં રોકાણ કરી મેન્યુફેકચરીંગ વધારીને એક્ષ્પોર્ટ કરવા પણ અપીલ કરી હતી. 

90 લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેમ સેન્ટરો કાર્યરત

માંડવિયાએ ઉમેર્યું કે, આરોગ્ય ક્ષેત્રને પણ વિકાસ સાથે જોડીને સ્વસ્થ સમાજના નિર્માણ માટે વડાપ્રધાનએ જે અભિગમ હાથ ધર્યો છે તેના સુભગ પરિણામો સાંપડયા છે. કેન્દ્ર સરકારદ્વારા ગરીબ પરિવારોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા આયુષ્યમાન ભારત યોજના કાર્યાન્વિત કરી છે. જેના લીધે અમીર પરિવારો જે હોસ્પિટલોમાં સારવાર મેળવે છે ત્યાં જ ગરીબ પરિવારોને વિનામૂલ્યે સારવાર મળે છે. દેશના 10 કરોડ પરિવારો આનો લાભ મેળવી રહ્યા છે. દેશભરમાં 90 લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેમ સેન્ટરો કાર્યરત કર્યા છે અને આગામી બે વર્ષમાં1.50 લાખ સેન્ટરોનું નિર્માણ કરવાનો અમારો નિર્ધાર છે. સાથે સાથે તબીબોની ઉપલબ્ધિ થાય એ માટે એમ.બી.બી.એસ.ની 80 હજાર બેઠકો ઉપલબ્ધ છે અને આગામી સમયમાં 1 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું કે, નેશનલ હેલ્થમિશન અંતર્ગત દરેક રાજ્યમાં એક એઇમ્સ હોસ્પિટલ નિર્માણનું આયોજન છે. હાલ રર જેટલી એઇમ્સ દેશભરમાં કાર્યરત કરી દેવાઇ છે. 

8,500 જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત

મંત્રી  માંડવિયાએ કહ્યું કે, નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહે એ માટે 8,500 જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત કરી દેવાયા છે. ભારતમાં બનતી જેનરીક દવાઓ પૈકીની 40ટકા દવાઓ અમેરિકામાં વપરાય છે. જેનરીક દવાઓનો ફાળો આજે દેશભરમાં 8 ટકાથી વધુ છે. દેશમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે આગળ વધવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે પારદર્શી નીતિ સાથે મંજૂરીઓ માટે વધુ સરળીકરણની નીતિ અપનાવી છે. દેશમાં 10 હજારથી વધુ એમ.એસ.એમ.ઇ. એકમો દ્વારા દવાઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. 

150થી વધુ દેશોને આપણે રસી પૂરી પાડીને મદદ કરી

માંડવિયાએ ઉમેર્યું કે, આત્મનિર્ભર ભારત માટે આપણી જરૂરિયાતો પુરી કરીને દેશ અને દુનિયાની જરૂરીયાતો પૂર્ણ કરવા સૌએ પ્રયાસ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી સમયે વેક્સીનની શોધ કરી ટૂંકા ગાળામાં વેકસીન ઉપલબ્ધ બનાવીને 150થી વધુ દેશોને આપણે રસી પૂરી પાડીને મદદ કરી છે. ભારતમાં મેનપાવર, બ્રેઇનપાવર તો છે જે એને ચેનલાઇઝ કરવાનું કામ દેશના વડાપ્રધાનએ કર્યું અને કોવિડ સામે વિશ્વને સુરક્ષિત કરવામાં ભારતે યોગદાન આપ્યું એ આપણા માટે ગૌરવરૂપ છે. 
    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ