બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati film actress Komal Thakkar walks red carpet at film festival in France

ગૌરવ / ફ્રાન્સ ખાતે ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વૉક કરી વધાર્યું ગૌરવ

Kishor

Last Updated: 10:25 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે ફ્રાન્સ ખાતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાડી પહેરી રેડ કાર્પેટ પર પહોંચીને ગુજરાતીનું ગૌરવ વધાર્યું છે.

  • ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું
  • ગાલા લુકને કારણે ઉપસ્થિત લોકોમાં કોમલે વિશેષ આકર્ષણ જમાવ્યું
  • કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો

તાજેતરમાં ફ્રાન્સ ખાતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની આ ઇવેન્ટમાં મૂળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર પહોંચીને ગુજરાતીઓનો ડંકો વગાડ્યો હતો. ગાલા લુકને કારણે ઉપસ્થિત અનેક લોકોમાં કોમલે વિશેષ આકર્ષણ જમાવ્યું હતુ અને તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. 


બોલિવૂડ એભિનેત્રીની સાથે વોક કરનારી પહેલી ગુજરાતી અભિનેત્રી બની 
ફ્રાન્સ ખાતે દબદબાભેર યોજાતા અવ્વલ દરજ્જાના આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ચર્ચામાં રહી કોમલ ઠક્કરે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે. ત્યારે ઢોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ વૉક કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં બોલિવૂડ એભિનેત્રીઓની સાથે વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ છે.


કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ પણ જીત્યો
ગુજરાતની આ અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરતાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ગૌરવની લાગણી જન્મી છે. મહત્વનું છે કે, કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે ઉપરાંત અન્ય ફિલ્મોમાં અદભૂત અભિનય કર્યો છે.અત્રે નોંધનીય છે કે, આ ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીતીને પણ શાનદાર ખ્યાતિ મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ