બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat ranks first in custodial death in the country, Home Minister Harsh Sanghvi's big statement

'દંડાશે' / પોલીસ કસ્ટડીમાં મોત મામલે ગુજરાત દેશમાં મોખરે, હર્ષ સંઘવીએ કહ્યું જવાબદાર સામે કડક કાર્યવાહી થઇ

Vishnu

Last Updated: 06:47 PM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર બીજા ક્રમે, કુલ દેશમાં 100 આરોપી મોતને ભેટયા

  • કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં ટોપ પર
  • રાજ્યમાં વધી રહેલા કસ્ટોડિયલ ડેથ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
  • ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં મોત થયા

ગુનાખોરીની ઘટનાઑ સાથે કસ્ટોડિયલ ડેથમાં પણ ગુજરાત દેશમાં મોખરે છે. 2020-21માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ થયા હતા. જેમાં છેલ્લા 1 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 17 મૃત્યુ થતાં પોલીસ કામગીરી સામે સવાલ ઊભા થયા છે. ત્યારે NCRBના રિપોર્ટમાં પણ ગુજરાત ટોચના સ્થાને હતુ. જે બાદ ગુજરાતના 7 કેસમાં NHRCએ સહાય આપવા ભલામણ કરી છે. કસ્ટડીમાં 13 મૃત્યુ સાથે મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે છે જો દેશ ભરમાં થયેલા  કસ્ટોડિયલ ડેથની વાત કરવામાં આવે તો 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીનાં મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયા હતા. (કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ)

કસ્ટોડિયલ ડેથ અંગે કડક કાર્યવાહી થાય છે:  હર્ષ સંઘવી
રાજ્યમાં વધી રહેલા કસ્ટોડિયલ ડેથ મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે કસ્ટોડિયલ ડેથ અંગે પોલીસ સ્ટેશનમાંથી માહિતી મંગાવીએ છીએ, નવસારીની ઘટનામાં પોલીસ અધિકારી,કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવા બનાવમાં મૃત્યુના કારણની તપાસ કરવામાં આવે છે. વિભાગની ક્ષતિ હોય તો તેમાં તપાસ કરી કાર્યવાહી કરીએ છીએ. 

ગુજરાતમાં કયા વર્ષમાં કેટલા કસ્ટોડિયલ ડેથ

  • 2020-21     17 મોત
  • 2019-20     12 મોત
  • 2018-19     13 મોત

ચર્ચિત નવસારી કસ્ટોડિયલ ડેથનો કેસ શું છે?
સાચું કે ખોટું એ તો ન્યાય તંત્ર ના ન્યાય પર આધારિત હોય છે..પણ ગત બે મહિના પહેલા ડાંગ જિલ્લાના  આદિવાસી બે યુવાન નું એક સાથે કસ્ટોડિયલ ડેથ ને લઈને આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને સીધુ નિશાન નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન ના જવાબદારો સામે તાકી ને આંદોલન કર્યું હતું જેના પડઘા સ્વરૂપે માંડ માંડ જિલ્લા પોલીસે આરોપી પોલીસ ને કબ્જા માં લઈને હત્યા અને એક્ટ્રોસિટી ના ગુના ની તપાસ આગળ ધપાવી છે..બે મહિના પહેલા ડાંગ જિલ્લાના બે યુવકો ને પોલીસ ચોરી ની શંકા ના આધારે ગેરકાયદેસર રીતે ઉઠવ્યા હતા અને બે દિવસ બાદ આદિવાસી બે  યુવકો ના એક સાથે મૃત શરીર પંખે લટકેલ હાલત માં મળી આવતા મામલો આત્મહત્યા માં ખપાવતા આદિવાસી સમાજ ભડકે બળ્યો હતો 

આરોપી PC રવિન્દ્ર રાઠોડ પોલીસ પકડથી દૂર 
આત્મહત્યા માં કઈક રંધાયું ની ગંધ આવતા આદિવાસી સમાજ આંદોલન કરીને જવાબદાર  પોલીસ અધિકારી અને કર્મી ઓ વિરુદ્ધ હત્યા અને એક્ટ્રોસિટી નો ગુનો દાખલ કરાવ્યો હતો જેને લઈને આરોપી પોલીસ ભૂગર્ભ માં ઘુસી ગઈ હતી જેથી ફરી આદિવાસી સમાજ આક્રમક મૂળ માં આવી ને માર્ગો પર વિવિધ આંદોલનો ચાલુ રાખ્યા જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત ની પોલીસ અને રાજકીય સંગઠનો પર મોટો રેલો આવ્યો જેના કારણે પોલીસ માટે આરોપી પોલીસ ને ઝડપવા એક ચેલેન્જ બની જેના આધારે ગતરોજ આરોપી પી આઈ વાડા અને શક્તિસિંહને પોલીસે ઝડપી પાડ્યાના ગણતરીના કલાકમાં   રામજી ગયા પ્રસાદ કોન્સ્ટેબલ પોલીસ સમક્ષ રૂબરૂ હાજર થઈ ગયો. પોલીસે 6 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં 5ની ઘરપકડ કરી લેવામાં આવી છે. હજી પણ એક આરોપી PC રવિન્દ્ર રાઠોડ પોલીસ પકડથી દૂર છે.

ક્યારે અટકશે કસ્ટોડિયલ ડેથના કિસ્સા
આવા તો કેટલાય દાખલાઑ છે જેમાં પોલીસે ખુદ કાયદો હાથમાં લીધો છે. કસ્ટોડિયલ ડેથ થયા બાદ મોટેભાગે તેને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે. ગુનાની શંકામાં ઉઠાવ્યા બાદ કસ્ટડીમાં એવું તો શું ટોચર થયું હશે ? અથવા તો ઢોરમાર મારવામાં આવ્યો હશે ? જેના કારણે શંકાસીલ આરોપીઑના મૃત્યુ થયા હશે ? કેમ મોટાભાગના કસ્ટોડિયલ ડેથના બનાવને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે તે પણ મોટો સવાલ છે. આરોપી સાથે પોલીસ કાયદાકીય રીતે વર્તન કરી સજા અપાવે તે જરૂરી બને છે.

20 વર્ષમાં કેટલા કસ્ટોડિયલ ડેથ થયા અને કેટલા  પર કાર્યવાહી થઈ (NCRBએ જાહેર કરેલા આંકડા મુજબ)
દેશભરમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓના મોતના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 20 વર્ષમાં મોતનો આંકડો અધધ છે પરંતુ સામે સજાનો આંકડો નજીવો છે. વર્ષ 2001 થી વર્ષ 2020 સુધીમાં 1888 લોકોના કસ્ટડીમાં મોત થયા છે. જેમાં 893 જેટલી ફરિયાદો નોંધાઇ છે. પરંતુ પોલીસની પોલીસને બચાવવાની નીતિને કારણે માત્ર 358 લોકો સામે જ ચાર્જશીટ દાખલ થઇ છે. જેમાં માત્ર 26 પોલીસકર્મીને જ સજા થઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ