બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Gujarat passes bill to regularize unauthorized development

BIG BREAKING / ગુજરાત વિધાનસભામાં અનધિકૃત વિકાસ નિયમિત સુધારા વિધેયક પાસ, ઈમ્પેક્ટ ફીમાં આટલા મહિનાનો સમય લંબાવાયો

Dinesh

Last Updated: 07:02 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા મુદ્દે સુધારા વિધેયક બિલ પસાર કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબર 2022 સુધીના તમામ અનધિકૃત બાંધકામોને નિયમિત કરાશે

  • ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વિધેયક પસાર
  • વિધાનસભા ગૃહમાં બહુમતીથી વિધેયક પસાર કરાયું
  • ઈમ્પેક્ટ ફી સંદર્ભે વધુ 4 માસનો સમય લંબાવાયો


વિધાનસભા ગૃહમાં આજે વધુ એક વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા મુદ્દે સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યો છે. વિધેયક પસાર થયા બાદ ઈંપેક્ટ ફીમાં વધુ 4 માસનો સમય લંબાવાયો છે. 

1 ઓક્ટોબર 2022 સુધીના તમામ અનધિકૃત બાંધકામોને નિયમિત કરાશે
ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વિધેયક પસાર કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં બહુમતીથી આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ઈમ્પેક્ટ ફી સંદર્ભે વધુ 4 માસનો સમય લંબાવાયો છે. તેમજ 1 ઓક્ટોબર 2022 સુધીના તમામ અનધિકૃત બાંધકામોને નિયમિત કરાશે. 

વિવિધ મહાનગરપાલિકા અને અધિકારીઓની રજૂઆત મળી હતીઃ ઋષિકેશ પટેલ
ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરાયુ છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનુ જણાવ્યું છે કે, વિવિધ મહાનગરપાલિકા અને અધિકારીઓની રજૂઆત મળી હતી. ઓનલાઈન પણ અરજી સ્વીકારવાની મંજૂરી છતા અરજીઓ મળી નથી. જરૂર પ્રમાણે બાંધકામને નિયમિત કરવાની તક મળવી જઈએ. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, સરકાર ને લાગે ત્યાં સુધી અવધી વધારી શકે માટે બિલ હતું અને વિપક્ષનો આગ્રહ હતો કે એક અવધી નક્કી થાય. 
 

ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023 વિધાનસભામાં બહુમતીથી પસાર કરાયુ હતુ. મહાનગરપાલિકા,સત્તામંડળો અને નગરપાલિકાઓ તેમજ પ્રજાજનો દ્વારા સમયમર્યાદા વધારવાની લેખિત-મૌખિક રજૂઆતોના આધારે વિધેયકમાં સુધારો કરાયો હોવાનું ગૃહમાં જણાવતા મંત્રીએ કહ્યું હતુ કે, ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઉભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પુરતો સમય મળી રહે તે માટે મુળ વિધેયકની કલમ 5(2) માં 4 મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં 5(2-અ) ઉમેરી શરતોને આધીન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે. 

'ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં'
કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ તેમ સુધારા વિધેયક અંગે વિધાનસભામાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, 17/10/2022 અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50 % રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે. 14 ફેબ્રુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ 57 હજારથી વધુ અરજીઓ બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મળી હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ. 

વિધેયક અંગે સ્પષ્ટતા
મંત્રીશ્રી સુધારા વિધેયક અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં. 01/10/2022 પહેલાની મિલકત જે બિનઅધિકૃત હોય અને વપરાશમાં આવી ગઇ હોય તેવી જ મિલકતોને આ સુધારા વિધેયક અંતર્ગત કાયદેસર કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટેની ફી પણ સામાન્ય વ્યક્તિને પોષાય તેવી નજીવી રાખવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.
કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સરકાર પર કર્યા પ્રહાર
વિધાનસભામાં આજનો પ્રશ્નોતરીકાળમાં ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કરવા બાબતનું સુધારા વિધેયક રજૂ કરાયું છે. ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે આ વિધેયક રજૂ કર્યું છે. જે મુદ્દે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સરકાર પર આકારા પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યાં ગેરકાયદે બાંધકામ હોય ત્યાં અધિકારી સામે પગલા લો તેમજ 2001થી અત્યાર સુધી 5 વખત અનઅધિકૃત બાંધકામ કાયદેસર થયું છે. છઠ્ઠી વખત સરકાર સુધારો કરી રહી છે. શૈલેષ પરમારે કહ્યું કે, ભાજપના શાસનમાં ગેરકાયદે બાંધકામની છુટ અપાય છે. પક્ષના કોર્પોરેટરના બાંધકામને તોડવા પોતે જ રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું કે, આજે પણ આ ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું નથી. ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન આપવાનું બંધ કરો તેમજ નાનો-મોટા દરેક વ્યક્તિઓ સામે કાર્યવાહી કરો તેમ શૈલેષ પરમારે જણાવ્યું છે.

કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ