બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat government free vaccination 1 May 2021

મોટા સમાચાર / કોરોના વાયરસને હરાવવા ગુજરાત સરકાર કરશે ફ્રીમાં વેક્સિનેશન, આટલા ડોઝનો આપ્યો ઓર્ડર

Hiren

Last Updated: 08:53 PM, 25 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને હરાવવા માટે દેશમાં 1 મેથી કેન્દ્ર સરકાર તરફથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે. ત્યારે ગુજરાતથી મોટા સમાચાર સામે આવ્યા છે.

  • ગુજરાતમાં તમામ લોકોને વેક્સિન ફ્રીમાં અપાશે
  • 1 મેથી 18 વર્ષથી વધુની વયના લોકોનું થશે ફ્રીમાં વેક્સીનેશન
  • કોવિશિલ્ડના 1 કરોડ, કોવેક્સિનના 50 લાખ ડોઝનો આપ્યો ઓર્ડર

1 મે 2021થી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિનની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે વેક્સિનનો ઑર્ડર આપી દીધો છે. તો ગુજરાતમાં વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે.  1 મેથી 18 વર્ષથી વધુની વયનાને રાજ્ય સરકાર દ્વારા લોકોનું ફ્રીમાં વેક્સિનેશન થશે. 

રાજ્ય સરકારે ફ્રી વેક્સિનેશન માટે વેક્સિનનો આપ્યો ઓર્ડર

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે કવાયત હાથ ધરી છે. રસીકરણ અભિયાન માટે સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ, મુખ્ય સચિવ, CMના અધિક મુખ્ય સચિવ હાજર હતા. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, અશ્વિનીકુમાર પણ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં 6 હજાર સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો શરૂ થશે. રાજ્યમાં અત્યાર સુધી 1 કરોડ 13 લાખ વેક્સિનના ડોઝ અપાયા. રસીકરણ માટે લોકોએ ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે.

18 વર્ષથી ઉપરના લોકો રસી લેવા માટે ઓનલાઇન કરાવી શકશે રજિસ્ટ્રેશન

18 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 મેથી કોરોના રસી મેળવી શકશે. જે લોકો રસી લેવા માંગતા હોય તેઓ વેબસાઈટ cowin.gov.in પોર્ટલ પર નોંધણી કરાવી શકશે.

ગુજરાત કોરોના અપડેટ(25-4-2021)

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

છેલ્લા 24 કલાકમાં 157 દર્દીઓના મોતથી ખળભળાટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 157 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6328 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 384 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ