gujarat government decide bursting fireworks Declaration
ગાંધીનગર /
ગુજરાતમાં ફટાકડા ફોડવાને લઈને સૌથી મોટા સમાચાર, જાણો શું લેવાયો નિર્ણય
Team VTV02:43 PM, 07 Nov 20
| Updated: 09:45 PM, 07 Nov 20
દેશભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલ તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટીસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે. ત્યારે હવે ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.આ ગાઇડલાઇન પ્રમાણે રાજ્યમાં ફટાકડા ફોડી શકાશે.
ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે જાહેરનામું
સુપ્રીમ કોર્ટના આદેશનું કરાશે પાલન
જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ
આ સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડવા અને વિદેશથી આયાત મુદ્દે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે.
વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, દિવાળી નજીક આવી રહી છે અને એક તરફ કોરોનાના કેસ વધવાની સંભાવનાઓ છે ત્ચારે અગમચેતીના ભાગરૂપે કેટલાક રાજ્યો દ્વારા ફટાકડા નહીં ફોડવા અંગેના આદેશ આપ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જેમાં વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તો જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત બનશે.
ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને DYCM નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું
ફટાકડા મુદ્દે રાજ્ય સરકાર પાસે NGTએ માંગેલા જવાબ અંગે જણાવતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત સરકાર પાસે માહિતી માંગી છે. પર્યાવરણ અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા ચાલુ છે. આગામી સમયમાં રાજ્ય સરકાર પોતાનો નિર્ણય જાહેર કરશે. NGTના નિર્ણયમાં મોડૂ થશે તો સરકાર નિર્ણય કરશે. ફટાકડા પર પ્રતિબંધ પર હાલ કોઈ વિચારણા નહી.