બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat government clarified Corona death assistance

કોવિડ-કોમોર્બિડિટી ડેથ / અમે કંઇ છુપાવ્યું નથી, સુપ્રીમની ગાઇડલાઇન પ્રમાણે કોરોના મૃતકોને આપી છે સહાય : રાજ્ય સરકારની સ્પષ્ટતા

Hiren

Last Updated: 06:38 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુઆંક અને કોરોના મૃતકોને સહાય અંગે સ્પષ્ટતા કરી છે. સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી અને મનોજ અગ્રવાલે આ અંગે માહિતી આપી છે.

  • ગુજરાતમાં 22 હજાર લોકોને સહાય આપાઇઃ રાજેન્દ્ર ત્રિવેદી
  • સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કોરોના મૃતકની વ્યાખ્યા બદલાઈઃ રાજેન્દ્ર ત્રિવેદી
  • એક મહિનાની અંદર મૃત્યુ થયા હોય તો સહાય ચૂકવાઈ છેઃ મનોજ અગ્રવાલ

ગુજરાતમાં કોરોના સંક્રમણથી થયેલા મોતનો આંકડો 10,099 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં 19,964 લોકોને સહાય આપી હોવાની વાત કરી હતી. જ્યારબાદથી કોવિડ સહાય અને મૃત્યુઆંકમાં તફાવત હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે સુપ્રિમ કોર્ટની જાટકણી બાદ રાજ્ય સરકારનું મહત્વનું નિવેદન આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કોરોના મૃતકની વ્યાખ્યા બદલાઈઃ રાજેન્દ્ર ત્રિવેદી

સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે તે સમયે 10,093 કોરોના મૃતક નોંધાયા હતા. તે સમયની વ્યાખ્યા પ્રમાણે 10,093 કોરોના મૃતક નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કોરોના મૃતકની વ્યાખ્યા બદલાઈ. RT-PCR ટેસ્ટના એક મહિનામાં મૃત્યુ હોય તો પણ સહાય ચૂકવવી. ગુજરાતમાં 38 હજાર કોરોનાના મોતની અરજી આવી છે.  22 હજાર અરજીઓની પ્રોસેસ કરી સહાય ચૂકવાઈ છે. 22 હજાર મૃતકોના પરિવારજનોના ખાતામાં રૂપિયા જમા થઈ ગયા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતે સૌથી પહેલા સહાય ચૂકવી છે. હજી પણ અરજી આવશે તો પણ સહાય ચૂકવાશે. કુલ 38 હજાર અરજીઓ આવી છે.

SCની ગાઇડલાઇનને લઇને સહાય મેળવનારની સંખ્યા વધીઃ રાજેન્દ્ર ત્રિવેદી

મેડિકલ ટર્મિનોલોજીની ભાષામાં કોવિડ ડેથ, કોવિડના કારણે થયો હોય તો જ. કોમોર્બિડિટીના કારણે થયેલા ડેથને કોરોનાથી ડેથમાં ગણાતું નથી. જોકે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે જો 30 દિવસમાં મૃત્યુ થયું હોય, તે દર્દી કોરોના મુક્ત થઇ ચૂક્યો હોય તેમ છતા તેમનું 30 દિવસમાં મૃત્યુ થયું હોય તેવા તમામ કિસ્સાને આવરી લેવામાં આવ્યા છે. તેના કારણે સહાયની સંખ્યા વધી છે. સરકાર કંઇ છુપાવવા નથી માંગતી. સરકાર મેડિકલના કારણો પર ચાલે છે અને સિદ્ધાંત પર ચાલે છે. સુપ્રીમ કોર્ટે વ્યાખ્યાનું વિસ્તૃતિકરણ કર્યું તેના કારણે સંખ્યા વધી છે. 

એક મહિનાની અંદર મૃત્યુ થયા હોય તો સહાય ચૂકવાઈ છેઃ મનોજ અગ્રવાલ

કોવિડ સહાય અને આંકડાઓ અંગે મનોજ અગ્રવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનના કારણે સહાય મેળવાનારની સંખ્યા વધી છે. એક મહિનાની અંદર મૃત્યુ થયા હોય તો સહાય ચૂકવાઈ છે. મહેસૂલ વિભાગ કામગીરી કરી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાથી 10 હજાર 88 લોકોના જ મૃત્યુ થયા છે.

સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે આપ્યો હતો જવાબ

સોમવારે સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણથી થયેલા મોત અને તેની સહાય ચૂકવવા બાબતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયેલા સોગંદનામામાં સરકારને અત્યાર સુધી પીડિત પરિવારો તરફથી રૂપિયા 50 હજાર ચૂકવવા અંગેની 34,678 અરજીઓ મળી છે. જેમાંથી રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19,964 લોકોને સહાયતા રકમ ચૂકવી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ