બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat farmer cultivates geranium 1 liter of oil gets 14 thousand rupees

વાહ! / ગુજરાતમાં આ ગામના ખેડૂતો કરી રહ્યા છે એવા છોડની ખેતી કે, જેના 1 લીટર તેલના મળે છે 14 હજાર રુપિયા

Dharmishtha

Last Updated: 11:34 AM, 5 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ખેડૂતો વિદેશમાં થનારી જિરેનિયમ (Geranium)ની ખેતીમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે.

  • જિરેનિયમ છોડમાંથી નીકળનારા તેલથી લાખોની કમાણી કરી રહ્યા છે
  • ડીસા તાલુતાના ભોયન ગામના ખેડૂતો જિરેનિયમની કરી રહ્યા છે ખેતી
  • તેલને વેચીને 1 લીટરના 14 હજાર રુપિયા મળે 

 જિરેનિયમ છોડમાંથી નીકળનારા તેલથી લાખોની કમાણી કરી રહ્યા છે

હીર ઉદ્યોગમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલ ગુજરાત હવે ખેતીમાં પોતાની તાકાત બતાવી રહ્યું છે. સફરજન, દાડમ, ખજૂર અને દ્રાક્ષ બાદ હવે ગુજરાતના ખેડૂતો વિદેશમાં થનારી જિરેનિયમ (Geranium)ની ખેતીમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં એક ખેડૂતે પોતાની જમીનમાં લાગેલા જિરેનિયમ છોડમાંથી નીકળનારા તેલથી લાખોની કમાણી કરી રહ્યા છે.

ડીસા તાલુતાના ભોયન ગામના ખેડૂતો જિરેનિયમની કરી રહ્યા છે ખેતી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુતાના ભોયન ગામના ખેડૂતો શ્રીકાંતભાઈ પંચાલે પોતાની ખેતીમાંથી જિરેનિયમની ખેતી કરી દરેકને આશ્ચર્યમાં મુકી દીધા છે. 7 વીધા જમીનમાં તેમણે જિરેનિયમના છોડા  લગાવ્યા છે. આ સાથે તેમણે જિરેનિયમ ફુલોથી તેલ કાઢવાનો પ્લાન પણ લગાવ્યો છે. શ્રીકાંતનું કહેવું છે કે શરુઆતમાં જિરેનિયમની ખેતીમાં બહું મુશ્કેલી આવી હતી. સખત મહેનતના ચાલતા જિરેનિયમના છોડને લઈને બહું શાંતી મળી રહી છે. તેમણે કહ્યું કે આ ખેતરમાંથી નીકળનારા તેલને વેચીને તેને 1 લીટરના 14 હજાર રુપિયા મળે છે.

જિરેનિયમ શું છે?

જિરેનિયમ એક સુગંધિત છોડ છે. આ છોડને ગરીબોનું ગુલાબ કહેવામાં આવે છે. જિરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે. જિરેનિયમના ફુલોથી તેલ કાઢી શકા છે. જે ઔષધીની સાથે અન્ય કામોમાં પણ આવે છે. જિરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે આનો ઉપયોગ એરોમાથેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે.

જિરેનિયમ તેલના ફાયદા

જિરેનિયમ તેલ એક ઔષધીય છે. અલ્ઝાઈમર, તંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે. આ સાથે તે ખીલ, સોજો અને એક્જિમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ વધતી ઉંમરને પણ રોકે છે. આ સાથે માંસપેશિઓ અને ત્વચા, વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. 

જિરેનિયમ તેલનો રેટ

જિરેનિયમની ખેતી મોટા ભાગે વિદેશમાં થાય છે. જિરેનિયમના છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘુ હોય છે. ભારતમાં આની કિંમત પ્રતિ લીટર લગભગ 12 હજારથી 20 હજાર સુધી હોય છે. સંશોધક વૈજ્ઞાનિક ડો. યોગેશભાઈ પવાર કહે છે કે જિરેનિયમની ખેતીથી વધારે ફાયદો લઈ શકાય છે અને સરકાર પણ ખેતી માટે સબસિટી આપે છે. માર્કેટમાં આ તેલની વધારે ખપત છે જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

farmer geranium gujarat ખેતી જિરેનિયમ બનાસકાંઠા Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ