બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat congress gujarat by election 2020 candidate list

તૈયારીઓ / ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારોનું કાચુ લિસ્ટ તૈયાર, જાણો કયા કયા નામનો સમાવેશ

Gayatri

Last Updated: 04:52 PM, 3 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ આઠ બેઠકો પર 2થી 3 દાવેદારૂનું આખુ લિસ્ટ તૈયાર કરી દીધી છે. સાંસદ અહેમદ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહોર મારીને તેમના નામ જાહેર કરવામાં આવે છે.

  • તમામ 8 બેઠકો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી
  • તમામ બેઠકો માટે 2-3 સભ્યોની પેનલ તૈયાર કરાઈ 
  • બેઠકોના સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખી પેનલ તૈયાર 

8 બેઠકો પર પેટાચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસે 8 બેઠકો પર દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવી છે. તમામ બેઠક પર 2થી 3 સભ્યોની પેનલ  તૈયાર કરી છે. સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખી પેનલ તૈયાર કરી છે.  ચૂંટણીમાં રણનીતિ માટે વિડીયો કોન્ફ્રન્સથી અહમદ પટેલ સાથે આ અંગે ચર્ચા થશે. 

સિદ્ધાર્થ પટેલને ઉતારાશે મેદાનમાં

કરજણ બેઠક પરથી કોંગ્રેસ સિદ્ધાર્થ પટેલને  મેદાને ઉતારી શકે છે. કરજણમાં કિરીટસીંહ જાડેજા અને ધર્મેશ પટેલ પણ દાવેદાર છે. લિંબડીમાં ભગીરથસીંહ રાણા, કલ્પના મકવાણાનું નામ મોખરે છે. તો લિંબડીમાં ચેતનભાઈ ખાચરનું નામ પણ પેનલમાં સામેલ છે. 

ધારીમાં સુરેશ કોટડીયા અને કે. કે. ચૌહાણનું નામ પણ ચર્ચાંમાં

ધારીમાં વિરજી ઠુમ્મરના દિકરી જેનીબેન ઠુંમરનું નામ મોખરે છે. ધારીમાં સુરેશ કોટડીયા અને કે. કે. ચૌહાણનું નામ પણ ચર્ચાંમાં છે. જ્યારે અબડાસામાં શાંતિલાલ સંઘાણી અને કિશોરસિંહ જાડેજાનું નામ મોખરે છે અને રાજેશ આહિરનું અબડાસાની પેનલમાં નામ સામેલ છે. 

સોમા બાત્રીનો પણ કોંગ્રેસની પેનલમાં સમાવેશ

કપરાડા બેઠક પરથી હરેશ પટેલ અને વસંત પટેલનું નામ આગળ છે. સોમા બાત્રીનો પણ કોંગ્રેસની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડાંગમાં સૂર્યકાન્ત ગાવિત અને મુકેશ પટેલનું નામ આગળ છે. ડાંગ બેઠક પરથી ચંદર ગાવિતનું પણ પેનલમાં નામ સામેલ છે. મોરબીમાં કિશોર ચિખલિયા અને જયંતિલાલ પટેલનું નામ આગળ છે. 

ગઢડા બેઠક પરથી જગદીશ ચાવડાનું નામ પણ પેનલમાં 

ગઢડામાં મોહન સોલંકી અને ડી. જે. સોસાનું નામ મોખરે છે તો વળી ગઢડા બેઠક પરથી જગદીશ ચાવડાનું નામ પણ પેનલમાં સામેલ છે. 

કોંગ્રેસનું બેઠક વાઈઝ કાચુ લિસ્ટ
અબડાસા :
રાજેશ આહિર અથવા પીસી ગઢવી 
શાંતિલાલ સંઘાણી
કિશોરસિંહ જાડેજા 

કપરાડા-
હરેશ પટેલ 
વસંત પટેલ 
સોમા બાત્રી 

ડાંગ-
સૂર્યકાન્ત ગાવિત 
મુકેશ પટેલ
ચંદર ગાવિત 

કરજણ :
સિદ્ધાર્થ પટેલ
કિરીટસીંહ જાડેજા 
ધર્મેશ પટેલ અથવા રિતેશ પટેલ 

લિંબડી-
ભગીરથસીંહ રાણા
ચેતનભાઈ ખાચર
કલ્પના મકવાણા 

મોરબી :
જયંતિલાલ પટેલ
કિશોર ચિખલીયા

ગઢડા :
જગદીશ ચાવડા
મોહન સોલંકી
ડી જે સોસા 

ધારી :
જેનીબેન ઠુંમર
સુરેશ કોટડીયા
કે કે ચૌહાણ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર

3 નવેમ્બરે યોજાશે 8 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 19 ઓક્ટોબર ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ છે. 3 નવેમ્બરે 8 બેઠકો માટે  મતદાન યોજાશે. 10 તારીખે જાહેર થશે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. અબડાસા, લીબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા બેઠક પર મતદાન યોજાશે. 

કઈ બેઠક કેમ ખાલી છે. 

કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતા આ બેઠકો ખાલી પડી છે. 

  • અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજાનું રાજીનામું
  • મોરબીમાંથી બ્રિજેશ મેરજાનું રાજીનામું
  • કપરાડામાંથી અક્ષય પટેલનું રાજીનામું 
  • ગઢડામાંથી પ્રવીણ મારૂનું રાજીનામું 
  • ધારીમાંથી જે.વી કાકડીયાનું રાજીનામું
  • કપરાડામાંથી જિતુ ચૌધરીનું રાજીનામું
  • ડાંગમાંથી મંગળ ગાવિતનું રાજીનામું
  • લીંબડીમાંથી સોમા પટેલનું રાજીનામું

વિધાનસભાની સ્થિતી 
ભાજપઃ 103
કોંગ્રેસઃ 65
બીટીપીઃ 02
એનસીપીઃ 01
અપક્ષઃ 01
કુલ બેઠકોઃ 182

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ