બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Gujarat Assembly Election Meeting between Hardik Patel and Naresh Patel rajkot

રાજકોટ / મોટા સમાચારઃ કોંગ્રેસ સાથે નારાજગી વચ્ચે હાર્દિક પટેલે બંધબારણે કરી નરેશ પટેલ સાથે મુલાકાત

Hiren

Last Updated: 07:08 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલની નારાજગીને લઈ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો લાગી રહી છે. આ વચ્ચે હવે ગુજરાતની રાજનીતિના વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

  • હાર્દિક પટેલની નારાજગી વચ્ચે મોટા સમાચાર
  • હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક 
  • બંને પાટીદાર નેતાઓએ બંધ બારણે કરી ખાનગી બેઠક

હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બન્ને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે ?

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક 
આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક ચાલી હતી. આ બેઠક રાજકોટમાં નરેશ પટેલના નિવાસ્થાને યોજાઈ હતી. બંને પાટીદાર નેતાઓએ બંધબારણે ખાનગી બેઠક કરી હતી.

ગુજરાતની રાજનીતિમાં પક્ષપલટાના સૌથી મોટા ધડાકા થઈ રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ પંજાનો સાથ છોડી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.  કેટલાક દિવસથી કોંગ્રેસ પર આગની જેમ એક પછી એક વાર કરતા હાર્દિકે કોંગ્રેસને અલવિદા કહેવાના સંકેત પણ આપી દીધા હતા.

હાર્દિકે એક બાદ એક કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે હાર્દિક પટેલે કહ્યું હતું કે, 2017 પછી મારો ક્ષમતા મુજબ ઉપયોગ નથી થયો. પાટીદાર આંદોલનથી કોંગ્રેસને ફાયદો થયો હતો. બીજી તરફ નરેશ પટેલને લઈને કોંગ્રેસના વલણને પણ હાર્દિકે વખોડ્યું હતું. 

હાર્દિકે કહ્યું હતું કે, નરેશ પટેલનો પણ તેમની ક્ષમતા મુજબ ઉપયોગ થવો જોઇએ. નરેશ પટેલ પાર્ટીમાં આવે તો તેનો સારી રીતે ઉપયોગ થાય. મારા જેવું નરેશભાઈ સાથે ના થવું જોઈએ. નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે. નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક સવાલ. નિર્ણય લેવામાં વિલંબ થતા નરેશ પટેલની છબીને નુકસાન થાય છે.

ત્યારબાદ હાર્દિકે કહ્યું હતું કે, પક્ષમાં મને ખુબ હેરાન કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ પર આરોપ નથી લગાવ્યા. અમે જ્યાં છીએ ત્યાથી સાચુ બોલવું જોઈએ. પાર્ટીની વચ્ચે નાની-મોટી નારાજગી હશે. સાચુ બોલવુ ગુનો છે તો મને ગુનેગાર માની શકે છે.

પ્રશાંત કિશોર સંભાળશે ગુજરાત કોંગ્રેસની કમાન 
2022 વિધાનસભાની ચૂંટણીનું મોટું અપડેટ સામે આવી રહ્યું છે. પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન કરશે. પ્રશાંત કિશોરને લઇને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ લીલીઝંડી આપી છે.  પ્રશાંત કિશોર અંગે ફાઈનલ નિર્ણય અંતે થઇ ગયો છે. પ્રશાંત કિશોરના ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવાને લઈ બેઠક પૂર્ણ થઇ છે. દિલ્હીમાં 10 જનપથ ખાતે કોગ્રેસના સિનિયર નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે.

પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની પણ કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી
બીજી તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને પણ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી છે. મહત્વનું છે કે, ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની પણ બેઠક થઇ ચૂકી છે. નરેશ પટેલ સત્તાવાર આ વાત પણ સ્વીકારી ચુક્યા છે.  

નરેશ પટેલની કોંગ્રેસે શરત માની લીધી!
નરેશ પટેલની શરત હતી કે, પ્રશાંત કિશોરને કેમ્પઇનિંગની જવાબદારી સોંપવામાં આવે. ત્યારે હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી નક્કી છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે કોંગ્રેસમાં એન્ટ્રી થશે. નરેશ પટેલે પોતાની તમામ માંગણીઓ રાહુલ ગાંધી સામે મુકી હતી. સૂત્રના અનુસાર, નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ