બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Guard of honor to Ganesha by police in Mehsana, royal procession on the road

પરંપરા / VIDEO: ગાર્ડ સલામી દેંગે... મહેસાણામાં પોલીસ દ્વારા ગણેશજીને ગાર્ડ ઑફ ઓનર, રસ્તા પર નીકળી શાહી સવારી

Priyakant

Last Updated: 04:32 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતના મહેસાણામાં ભગવાન ગજાનંદને રીજવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

  • મહેસાણા શહેર પૌરાણિક ગણપતિ મંદિરે ગણેશોત્સવનું વિશેષ મહત્વ
  • પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી દુંદાળા દેવ ગણેશજીને સલામી અપાઈ
  • વર્ષોથી ગાર્ડ ઓફ ઓનર ગણેશજીને આપવામાં આવે છે,  5 દિવસ ચાલશે ગણેશોત્સવ

આજે છે ભાદરવા શુદ ચોથ અને તે છે ભગવાન ગજાનંદ નો જન્મ દિવસ આજે સમગ્ર  ભારત માં ભગવાન ગણેશ ની પૂજા અર્ચન કરવામાં આવે છે.  પરતું ઉત્તર ગુજરાતના મહેસાણામાં ભગવાન ગજાનંદને રીજવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દેશમાં એકમાત્ર મહેસાણામાં ભગવાન ગજાનંદનું મંદિર છે માં ભગવાન ગજાનંદને મહેસાણા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને અહીથી જ ભક્તો દર્શન કરીને દુંદાળા દેવ ગણપતિની પોતાના ગૃહે સ્થાપના કરે છે. 

મહેસાણા સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં આજે ભગવાન ગજાનંદ ગણપતિના ગણેશોત્સવની પૂજા અર્ચના અને ભક્તિ કરવામાં આવી રહી છે.  દેવા ધી દેવ મહાદેવના પુત્ર ગણેશ 33 કરોડ દેવતામાંથી સૌપ્રથમ હિન્દૂ ધર્મમાં પુજનીય છે તેથી તેમનું  મહત્વ ખુબ વિશેષ છે. ત્યારે મહેસાણા શહેરની મધ્યમાં ગાયકવાડી સરકાર વખતે બનાવેલા ગણપતિ મંદિરનું વિશેષ મહત્વ રહ્યું છે. ગાયકવાડી સરકારમાં ગણપતિ મંદિર બાંધવામાં આવ્યું ત્યારથી અહી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. તો વળી ભગવાન ગણેશજીના ભક્તો આ ગણપતિ મંદિરે દર્શન કરીને ગણેશજી પોતાના ઘરે સ્થાપના કરે છે. 

મહેસાણા શહેરના ફુવારા સ્થિત આવેલા વિનાયક ગણપતિ મંદિર ખાતે સવારે ભગવાન ગજાનનને પરંપરાગત રીતે પોલીસ જવાનો દ્વારા આજે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેહસાણા શહેરના અગ્રણીઓ, શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિ ખાસ જોવા મળી હતી હતી. વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ શહેરના રાજમાર્ગો પર ગજાનનની શાહી સવારી નીકળી હતી. ઉપરાંત ગણેશ ઉત્સવ દર્મયાન ગણપતિ મંદિરના પ્રાંગણમાં દરરોજ રાતે નામી-અનામી કલાકારોનો લોક ડાયરો પણ જામશે. આમ મહેસાણાના પૌરાણિક અને પરંપરાગત ગણપતિ મંદિરે ગણેશજીની સ્થાપના સાથે ગણેશોત્સવનો પ્રારંભ કરાયો છે.

ગણેશોત્સવની પાંચ દિવસ ઉજવણી

મહેસાણાના પૌરાણિક મંદિરના સાંનિધ્યમાં ગણેશ સ્થાપના સાથે ગણેશોત્સવનો પ્રારંભ કરાયો છે અને આ ગણેશોત્સ ની પાંચ દિવસ ઉજવણી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત કે ભારતમાં ફક્ત મહેસાણા ગણપતિ મંદિરે ગણેશજીની સ્થાપના પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સલામી સાથે શ્રદ્ધાળુઓ દુંદાળા દેવને નતમસ્તક  થાય છે. આમ આજથી ગજાનંદ ગણપતિના ઉત્સવનો દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના સાથે પ્રારંભ થયો છે ત્યારે ભક્તો ભગવાન સાથે સાક્ષાત્કાર કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ