બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / Govinda caught in 1 thousand crore crypto Ponzi scam, Odisha crime branch will inquire, know what is the whole case

મનોરંજન / શું 1 હજાર કરોડના ક્રિપ્ટો પોન્ઝી સ્કેમમાં ગોવિંદા છે સામેલ? એક્ટરના મેનેજરે કહ્યું 'આ મામલા સાથે કંઇ જ...'

Megha

Last Updated: 09:41 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Online ponzi scam : ગોવિંદાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે અને ફરી એકવાર તે એક મોટા વિવાદમાં ફસાઈ શકે છે. આ વખતે કરોડો રૂપિયાના ક્રિપ્ટો-પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાની પૂછપરછ કરવામાં આવશે.

  • ગોવિંદા સાથે જોડાયેલા એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા
  • 1000 કરોડના ઓનલાઈન કૌભાંડમાં ફસાયા અભિનેતા ગોવિંદા 
  • ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) આ કેસમાં ગોવિંદાની પૂછપરછ કરશે

Actor Govinda's involvement in ponzi scam : બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે જોડાયેલા એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ગોવિંદાએ મહેનત કરીને ઇન્ડસ્ટ્રીમાં એટલું નામ કમાવ્યું છે કે દરેક બાળક એમને ઓળખે છે. પરંતુ હવે લાગે છે કે અભિનેતાનું નામ બદનામ થવા જઈ રહ્યું છે. કારણ કે હવે ગોવિંદા એક મોટા કૌભાંડમાં ફસાઈ ગયો છે. 

1000 કરોડના ઓનલાઈન કૌભાંડમાં ફસાયા ગોવિંદા 
એ વાત તો નોંધનીય જ છે કે ગોવિંદાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે અને ફરી એકવાર તે એક મોટા વિવાદનો શિકાર થતો જોવા મળી રહ્યા છે. આ વખતે કરોડો રૂપિયાના ક્રિપ્ટો-પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાની પૂછપરછ કરવામાં આવી શકે છે. ઓડિશા ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) 1000 કરોડના ઓનલાઈન કૌભાંડમાં અભિનેતાની પૂછપરછ કરવા જઈ રહી છે. 

ગોવિંદાના મેનેજરે આ અંગે સ્પષ્ટતા આપી
જો કે ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ આ અંગે સ્પષ્ટતા આપી છે. શશિ સિન્હાએ સ્પષ્ટતા કરી છે કે મીડિયામાં અધૂરા સમાચારો ફરતા થયા છે અને અભિનેતાને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

ગોવિંદા એક ઈવેન્ટ માટે એક એજન્સીમાંથી ગયા હતા
શશિ સિન્હાએ કહ્યું હતું કે, "ગોવિંદા એક ઈવેન્ટ માટે એક એજન્સીમાંથી ગયા હતા અને પાછા ફર્યા હતા. અમારે તેના બિઝનેસ કે બ્રાન્ડિંગ સાથે કોઈ લેવાદેવા નથી. મીડિયામાં અધૂરા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે."

EOW આ કેસમાં ગોવિંદાની પૂછપરછ કરશે
બહાર આવી રહેલી માહિતી અનુસાર ગોવિંદાએ એક પ્રમોશનલ વીડિયોમાં એક કંપનીનું પ્રમોશન કર્યું હતું જે પોન્ઝી સ્કેમ કરે છે. જો કે આ કૌભાંડનો મુખ્ય આરોપી હાલમાં EOWની કસ્ટડીમાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અધિકારીઓએ કહ્યું છે કે સોલર ટેકનો એલાયન્સ (STA-Token) ઘણા દેશોમાં ક્રિપ્ટો રોકાણના બહાના હેઠળ ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં સામેલ હતી. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો આ કૌભાંડનો શિકાર બન્યા છે અને અત્યાર સુધી 1000 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ ચૂકી છે. 

ગોવિંદાની પૂછપરછ કરવા માટે એક ટીમ મુંબઈ જશે 
હવે EOW આ સંબંધમાં અભિનેતા ગોવિંદાની પૂછપરછ કરશે. EOW ઈન્સ્પેક્ટર જનરલ જેએન પંકજે આ મામલે કહ્યું, "અમે ટૂંક સમયમાં ફિલ્મ સ્ટાર ગોવિંદાની પૂછપરછ કરવા માટે એક ટીમ મુંબઈ મોકલીશું, એમને જુલાઈમાં ગોવામાં STAના ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી અને કેટલાક વીડિયોમાં કંપનીનો પ્રચાર પણ કર્યો હતો."

શું ગોવિંદા દોષિત છે?
જો જે અભિનેતાના ચાહકો માટે એ રાહતની વાત છે કે EOW અનુસાર, ગોવિંદા આ કેસમાં આરોપી નથી અને ન તો તેના પર કોઈ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ મામલામાં તેની સંડોવણી વિશે પૂછપરછ કરવામાં આવશે ત્યારે આગળ આ વિશે વધુ ખબર પડી શકે છે. જો એવું સાબિત થાય કે આ કેસમાં ગોવિંદાની સંડોવણી માત્ર સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ સુધી જ સીમિત છે તો તેને આ કેસમાં સાક્ષી બનાવી શકાય છે.

જણાવી દઈએ કે આ કંપનીએ ઓનલાઈન પોન્ઝી કૌભાંડમાં બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, આસામ, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોના લોકોને ટાર્ગેટ કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ