બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / Government will use name Bharat on all the new schemes and government documents from now, no changes in the constitution required

મોટા સમાચાર / સરકારી દસ્તાવેજથી લઈને સ્કીમ સુધી, તમામ જગ્યાએ ભારત જ લખાશે: સંસદમાં પ્રસ્તાવ નહીં લાવે મોદી સરકાર, પણ સીધો જ શબ્દપ્રયોગ શરૂ કરાશે

Vaidehi

Last Updated: 05:13 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર તમામ નિમંત્રણ પત્રો, સૂચનાઓ,સરકારી યોજનાઓમાં 'ભારત' લખવાનું શરૂ કરશે. જૂની સ્કીમો અને નામો યથાવત રહેશે.

  • સૂત્રો અનુસાર હવે INDIAની જગ્યાએ ભારત લખાશે
  • સરકારી યોજનાઓ અને પરિપત્રોમાં ભારત નામનો ઉપયોગ થશે
  • જૂની સ્કીમો અને નામો યથાવત રહેશે

રાષ્ટ્રપતિ ભવનની તરફથી જી20 દેશોને ડિનર માટે આપવામાં આવેલ આમંત્રણમાં પ્રેસિડેંટ ઓફ ભારત લખવામાં આવ્યું. આ બાદ આસિયાન સમિટ માટેનાં સૂચનાપત્રમાં પણ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત લખવામાં આવ્યું.  આ તમામ વચ્ચે હવે ખબર આવી રહી છે કે સરકાર એવું કંઈ નથી કરવા જઈ રહી. બંધારણમાં કે સંસદમાં આ પ્રસ્તાવને લઈને આવું કંઈ કરવામાં નથી આવી રહ્યું. તેની જગ્યાએ નેરેટિવ લેવલ પર જ આ પ્રયાસ કરવામાં આવશે કે દેશને INDIAની જગ્યાએ ભારત નામથી સંબોધિત કરવામાં આવે.

ભારત લખવાનું શરૂ થશે
સૂત્રો અનુસાર આ માટે સરકાર તમામ નિમંત્રણ પત્રો, સૂચનાઓ,સરકારી યોજનાઓમાં 'ભારત' લખવાનું શરૂ કરશે.  અત્યાર સુધી ચાલી રહેલી સ્કીલ ઈન્ડિયા અને સ્ટેંડ અપ ઈન્ડિયા જેવી યોજનાઓમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ નવી સ્કીમોમાં ભારત નામ લખવામાં આવશે. પહેલાં જ સરકારે કર્મયોગી ભારત-આયુષ્માન ભારત જેવી યોજનાઓની શરૂઆત કરી છે. આ સિવાય હોમ મિનિસ્ટર અમિત શાહ પહેલા જ IPCની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા કરવા અને CRPCને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કરવાનો પ્રસ્તાવ આપી ચૂક્યાં છે.

આ યોજનાઓથી ભારત નામની શરૂઆત
હાલમાં જ સરકારે ડ્રોન્સને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ 'ભારત ડ્રોન શક્તિ' રાખવામાં આવ્યું છે. આ પહેલાની યોજનાઓનાં નામ જેમકે મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા યથાવત રહેશે પરંતુ માહિતી અનુસાર નવી સ્કીમોમાં ભારત નામ લખવામાં આવશે. કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો બંધારણમાં INDIA ધેટ ઈઝ ભારત લખવામાં આવ્યું છે તેથી સ્પષ્ટ છે કે ઈન્ડિયા કે ભારત કોઈપણ નામનો ઉપયોગ સરકાર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ