બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government school books were sold for scrap instead of being given to students in Palitana

અનેક સવાલ / પાલીતાણામાં વિદ્યાર્થીઓને આપવાના બદલે સરકારી શાળાના પુસ્તકો ભંગારમાં વેંચી મરાયા

Kishor

Last Updated: 10:45 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલીતાણામાં સરકારી શાળાના પુસ્તકોના મોટા જથ્થાને પસ્તી ગણી વેંચી મારવામાં આવ્યો હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.

  • પાલીતાણામાં સરકારી શાળાના પુસ્તકોની પસ્તી
  • ધોરણ 1 થી 7ના પાઠ્યપુસ્તકો પસ્તીમાં વેચાયા
  • એક ટેમ્પો ભરીને પાઠ્યપુસ્તકો પસ્તીમાં અપાતા રોષ

પાલીતાણાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતા પુસ્તકો પસ્તી ગણીને વેચી મારવામાં આવ્યાનું સામે આવ્યું છે. પસ્તી કરાયેલા પુસ્તકો ધોરણ 1 થી 7 ના હોવાનું સામે આવ્યું છે. તેવામાં સરકારી પુસ્તકો પસ્તીમાં વહેચતા પહેલા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી સહિતની પ્રક્રિયા કરાઇ કે કેમ ? કયા કારણસર પુસ્તક વેચવામાં આવ્યા તે સહીતના સવાલો ઊભા થયા છે.

સરકારી શાળામાંથી પુસ્તકો લીધાની કબૂલાત
પાલીતાણામાં સરકારી શાળાના પુસ્તકોને પસ્તીમાં વેચી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી શાળાના એક ટેમ્પો ભરાઈને પાઠ્ય પુસ્તકો પસ્તીમાં અપાતા આ અંગે સ્થાનિક લોકોને જાણ થઇ હતી જેને લઇને સ્થાનિકોએ રોષે ભરાયા હતા. લોકોએ એક સૂર થઇને પાઠ્ય પુસ્તકોને પસ્તીમાં વેચતા રોક્યા હતા.આ  અંગે લોકોએ ટેમ્પો વાળા અને પુસ્તક ખરીદનાર ધંધાર્થીની પૂછપરછ કરી હતી જેમાં માત્ર રૂ.21 કીલોના ભાવે પુસ્તકો વેચવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં પાલિતાણાની સરકારી શાળામાંથી પુસ્તકોની ખરીદી કરી હોવાની કબૂલાત પણ આપી હતી. જોકે પસ્તીમાં વેંચાયેલા પુસ્તકોનો જથ્થો કેટલો છે? તેનું કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

મોટી સંખ્યામાં પુસ્તકો મળતા અનેક સવાલો
નોંધનિય છે કે સરકાર પાઠ્યપુસ્તક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે આમ  મોટી સંખ્યામાં પુસ્તકો પસ્તી બનતા હોવાથી સરકારનો ખર્ચ પાણીમાં જાય તેવો ઘાટ સર્જાયો છે. બીજી તરફ  શાળામાં વિદ્યાર્થીઓની ગણતરી બાદ જ પાઠ્યપુસ્તકો મેળવવામાં આવે છે, તો આ પાઠ્યપુસ્તક હજી સુધી પડ્યા રહ્યા તેની પાછળનું કારણ શુ? વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકથી વંચિત રાખવામાં આવ્યા છે કે કેમ? જેવા અનેક સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ