બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / government bans dark pattern on e commerce platform issued guideline

ટેક ન્યૂઝ / ડિસ્કાઉન્ટ અને ઑફર્સની માયાજાળમાં ફસાવતી ઈ-કોમર્સ કંપનીઓ સામે મોદી સરકારનો મોટો નિર્ણય, 'Dark Patter' પર લગાવાયો પ્રતિબંધ

Vikram Mehta

Last Updated: 12:01 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડાર્ક પેટર્નના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમામ પ્લેટફોર્મ પર આ ગાઈડલાઈન લાગુ થશે.

  • ડાર્ક પેટર્નના ઉપયોગ પર પ્રતિબંધ
  • તમામ પ્લેટફોર્મ પર ગાઈડલાઈન લાગુ
  • ગ્રાહકોને ભ્રમિત થતા રોકવા માટે લગાવાયો પ્રતિબંધ

ગ્રાહકોને માર્કેટિંગ સ્કેમથી બચાવવા માટે સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડાર્ક પેટર્નના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. ગ્રાહકો ભ્રમિત થવાથી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે 'Guidelines for prevention and regulation of dark patterns' નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 30 નવેમ્બરના રોજ આ નોટિફિકેશન જાહેર કર્યું છે. જે તમામ પ્લેટફોર્મ પર લાગુ થશે. જે એડવર્ટાઈઝર અને સેલર પણ લાગુ થશે. 

Dark pattern 
ડાર્ક પેટર્નનો ઉપયોગ કરીને કંપનીઓ યૂઝર્સની પ્રોડક્ટ ખરીદવા પર મજબૂર કરે છે. જેમાં ભ્રમિત કરતી જાહેરાત તથા અયોગ્ય ટ્રેડિંગ પ્રેક્ટિસ તથા ગ્રાહકોના અધિકારનું ઉલ્લંધનને પણ શામેલ કરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ દંડ લગાવવામાં આવશે. 

કન્ઝ્યુમર અફેયર સેક્રેટરી રોહિત કુમાર સિંહે જણાવ્યું છે કે, ‘ડિજિટલ કોમર્સના યુગમાં ડાર્ક પેટર્નનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. જેનો ઉપયોગ ગ્રાહકને તેમની પસંદ અને વ્યવહારના આધાર પર ભ્રમિત કરવા માટે કરવામાં આવે છે.’ નોટિફિકેશન અનુસાર કોઈ પ્રેક્ટિસ તથા યૂઝર ઈન્ટરફેસવાળી ડિઝાઈન પેટર્ન તથા યૂઝર એક્સપીરિયન્સ ઈન્ટરેક્શન, પ્લેટફોર્મ અને યૂઝર્સને ભ્રમિત કરતી ટ્રિક માટે ડિઝાઈન કરવામાં આવી હોય તે ડાર્ક પેટર્ન છે.

કંપનીઓ કેવી રીતે ગ્રાહકોને ફસાવે છે
ગ્રાહકોને લોભાવવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ મોટી મોટી ઓફર આપે છે. સેલમાં 50 ટકા ઓછી કિંમત તેવું કહેવામાં આવે છે અને બેનર પર લખેલ હોય છે. તેના પર ક્લિક કરવામાં આવે તો તે પ્રકારની પ્રાઈસ હોતી નથી. અસલી કિંમત MRP કરતા ઓછી હોય છે, બેનર પર દર્શાવેલ ડિસ્કાઉન્ટમાં બેન્ક ઓફર, એક્સચેન્જ ઓફર તથા અન્ય બેનેફિટ્સ શામેલ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

dark pattern government bans dark pattern government issued guideline ડાર્ક પેટર્ન ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ