બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ટેક અને ઓટો / google employees are in fear after listening to samsung internal news

ટેક ન્યુઝ / સેમસંગના આ સમાચાર સાંભળતા જ Google એક્ટિવ મોડમાં, સર્ચ એન્જીન અપડેટિંગના કામને આપ્યો વેગ

Bijal Vyas

Last Updated: 05:30 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેટ જીપીટીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને અત્યાર સુધી આ ચેટબોટને ઘણી પ્રોડક્ટ્સ અને સર્વિસેસમાં એન્ટિગ્રેટ થઇ ચુક્યુ છે. વાંચો વધુ વિગત

  • પહેલીવાર બન્યું છે કે જ્યારે ગૂગલ કોઈ કંપનીથી ડરી રહ્યું હોય
  • કંપનીએ હજી સુધી તેના ચેટબોટ, બાર્ડને દરેક માટે લાઇવ બનાવ્યું નથી
  • ગૂગલ પોતાના સર્ચ એન્જીનમાં નવુ AI ફીચર કરશે એડ

Google AI Tool Bard:ટેક જોઈન્ટ ગૂગલ માટે ઓપન એઆઈના ચેટબોટ ચેટ જીપીટી  સમસ્યા બની રહી છે. ચેટ જીપીટીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને અત્યાર સુધી આ ચેટબોટને ઘણી પ્રોડક્ટ્સ અને સર્વિસેસમાં એન્ટિગ્રેટ થઇ ચુક્યુ છે. ચેટ જીપીટી જોઈને, ગૂગલે તેના AI ચેટબોટ પર કામને વેગ આપ્યો છે. કંપનીએ હજી સુધી તેના ચેટબોટ, બાર્ડને દરેક માટે લાઇવ બનાવ્યું નથી. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે જેનાથી ગૂગલ ડરી ગયું છે.

હકીકતમાં, માર્ચ મહિનામાં કેટલાક Google કર્મચારીઓને ખબર પડી કે સાઉથ કોરિયાની કંપની સેમસંગ જે મોબાઇલ ઉદ્યોગની સૌથી મોટી કંપની છે, તેના સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચ એન્જિનની જગ્યાએ માઇક્રોસોફ્ટ બિંગ લાવવાનું વિચારી રહી છે. આ ખબર સાંભળીને ગૂગલના ઇન્ટરનલ સ્ટાફમાં સનસનાટી મચી ગઈ હતી કારણ કે આ એક મોટા સમાચાર હતા અને તેનાથી કંપનીને રેવન્યુમાં સીધું જ મોટું નુકસાન થવાનું હતું.

Topic | VTV Gujarati

ગૂગલ પોતાના સર્ચ એન્જીનમાં નવુ AI ફીચર કરશે એડ
મીડિયા રિપોર્ટ અનુસાર, સેમસંગના આ નિર્ણયથી ગૂગલને વાર્ષિક આવકના રૂપમાં $3 બિલિયનનું નુકસાન થઈ શકે છે. આ સાથે કંપનીનો Apple સાથે $20 બિલિયનનો કોન્ટ્રાક્ટ છે, જે આ વર્ષે રિન્યૂ થવાનો છે. છેલ્લા 25 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ગૂગલ કોઈ કંપનીથી ડરી રહ્યું હોય અને કંપનીને એક પછી એક ઝટકો મળી રહ્યો હોય.

દરમિયાન, ગૂગલ પણ તેના ચેટબોટ અને સર્ચ એન્જિનને નવી રીતે અપડેટ કરવા પર જોરશોરથી કામ કરી રહ્યું છે. માહિતી અનુસાર, Google તેના સર્ચ એન્જિનમાં AI-સંબંધિત નવા ફીચર્સ ઉમેરવાનું છે જેથી કરીને લોકોને બ્રાઉઝિંગનો વધુ સારો અનુભવ મળી શકે. સર્ચ એન્જિનમાં ઉમેરવામાં આવનાર તમામ નવી સુવિધાઓનું 'મૈગી' પ્રોજેક્ટ નામ હેઠળ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલનું અપડેટેડ સર્ચ એન્જિન હાલના સર્ચ એન્જિન કરતાં ઘણું સારું હશે અને યુઝરની તમામ જરૂરિયાતો પૂરી કરશે.

ફક્ત એક ભૂલ અને ગુગલને એક ઝટકામાં 100 અબજ ડોલરનું નુકસાન, જાણો સંપૂર્ણ  મામલો | Just one mistake and Google lost 100 billion dollars in one fell  swoop know the full story

ગૂગલ સામે છે આ પડકાર
કંપનીના સ્પોક્સપર્સન લારા લેવિને એક નિવેદનમાં જણાવ્યું કે, દરેક આઈડિયા કે પ્રોડક્ટને અચાનક સર્ચ એન્જિન પર લોન્ચ કરી શકાતી નથી. હકીકતમાં, ઘણા વર્ષોથી લોકો Google સર્ચ એન્જિન પર રેસ્ટોરાં, રોગોની સારવાર, ખોરાક, કંપનીઓ, પુસ્તકો વગેરે શોધે છે. લોકો આ બધી વસ્તુઓ વાઇટ પેજ પર કરે છે જ્યાં સર્ચ બાર અને કંપનીનો લોગો મૂકવામાં આવે છે.

લારા લેવિને કહ્યું કે, જો અચાનક કંપની આ સર્ચ એન્જિનમાં ફેરફાર કરે છે, તો તે ઘણા લોકોના જીવનને અસર કરી શકે છે કારણ કે તેઓ ગૂગલના આ વ્હાઇટ પેજથી ટેવાઈ ગયા છે. અત્યારે કંપની તેના ચેટબોટ પર કામ કરી રહી છે અને આવનારા સમયમાં ગૂગલ ચોક્કસપણે તેને સર્ચ એન્જિન સાથે ઈન્ટિગ્રેટ કરશે. પરંતુ તે કેવી રીતે થશે તે જોવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, સેમસંગ  દર વર્ષે ગૂગલના એન્ડ્રોઈડ સોફ્ટવેર પર લાખો સ્માર્ટફોન બનાવે છે. જ્યારે ગૂગલના કર્મચારીઓને આ સમાચારની જાણ થઈ કે સેમસંગ સર્ચ એન્જિન બદલવાનું વિચારી રહ્યું છે, તો કર્મચારીઓ આ સમાચારથી ડરી ગયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ