બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / gold worth rs 1 billion 23 crore came from plane disappeared after landing at airport

ચોંકાવનારી ઘટના / આવી ચોરી તો કદી ન જોઈ, એરપોર્ટ પર ઉતરતાં જ ગાયબ થયું 123 કરોડનું સોનું, કોણે ઉઠાવ્યું, કેવી રીતે?

Hiralal

Last Updated: 06:14 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના ટોરેન્ટો એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરતાં જ 123 કરોડ સોનાની ચોરી થઈ જતાં હડકંપ મચ્યો છે.

  • કેનેડાના ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટના
  • એરપોર્ટ પર ઉતર્યું 123 કરોડ સોનાથી ભરેલું કન્ટેનર 
  • ઉતરતાં જ ગાયબ થઈ ગયું, કોઈ ચોરી ગયું

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સોનાથી ભરેલું એક મોટું કન્ટેનર ગાયબ થઈ ગયું. કન્ટેનરમાં 1.23 અબજ રૂપિયાથી વધુનું સોનું હતું. આ કેસ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ગોમાં સોનું આવ્યું હતું. પરંતુ તે ટર્મિનલમાંથી જ ગાયબ થઇ ગઇ હતી, જે અનલોડિંગ સમયે સામે આવી હતી.

શું બન્યું એરપોર્ટ પર 
આ ઘટના કેનેડાના ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટની છે. ઇન્સ્પેક્ટર સ્ટીફન ડયુવેસ્ટિને જણાવ્યું હતું કે 17 એપ્રિલે સોનાથી ભરેલું એક કન્ટેનર પીઅર્સન એરપોર્ટ પર પહોંચ્યું હતું. પરંતુ જ્યારે તેને ઉતારવામાં આવ્યું ત્યારે તે તરત ગુમ થયું હતું. ઇન્સ્પેક્ટર સ્ટીફને જણાવ્યું હતું કે કન્ટેનર એરપોર્ટ પર ન આવે ત્યાં સુધી તે જોવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે વિમાનને ઉતારવામાં આવ્યું તો અચાનક જ તેના ગુમ થવાના સમાચાર આવ્યા. હાલ તો તપાસ ચાલી રહી છે. સ્ટીફને સોનું ક્યાંથી આવ્યું અને ક્યાં જઈ રહ્યું છે તે જણાવ્યું નહીં.

પહેલી વાર થઈ સોનાની આવી ચોરી 
સોનું ઉત્તરી ઓન્ટારિયોની ખાણમાંથી બેંકો માટે ટોરોન્ટો મોકલવામાં આવ્યું હોઈ શકે છે. આ ચોરી પાછળ સંગઠિત ગુનાહિત ટોળકીઓનો હાથ હોઈ શકે છે. ચોરીની આવી ઘટના અગાઉ ક્યારેય જોવા મળી નથી. 

2019માં બ્રાઝિલમાં 200 કરોડના સોનાની થઈ હતી ચોરી 
બ્રાઝિલમાંથી 2019માં ચોરીની આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારે આઠ સશસ્ત્ર બદમાશો સાઓ પાઉલો શહેરના ગુઆરુલ્હોસ એરપોર્ટ પર પોલીસ અધિકારીઓના વેશમાં ઘૂસી ગયા હતા અને આશરે 2 અબજ રૂપિયાની કિંમતનું સોનું લૂંટી લીધું હતું. આ સોનું અમેરિકાના ન્યૂયોર્ક અને સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ મોકલવાનું હતું. માત્ર 3 મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બદમાશો બે નકલી પોલીસ વાનમાં આવ્યા હતા. તેઓએ એરપોર્ટના ગાર્ડ્સને બંધક બનાવીને સોનાની ચોરી કરી હતી, તે પણ ફાયરિંગ કર્યા વગર.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ