બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:29 AM, 24 January 2022
ADVERTISEMENT
લગ્નની સિઝન શરુ થઈ ચૂકી છે જેના ચાલતા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જારી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવમાં તેજી આવી છે અને તે ચાંદીના રેટમાં સામાન્ય નરમાશ જોવા મળી રહી છે. આજે ફેબ્રુઆર ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.13 ટકાની તેજી આવી ગઈ છે. ચાંદીની કિંમત 0.26 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.
જાણો શું છે સોના-ચાંદીના ભાવ
ADVERTISEMENT
ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાની કિંમત આજે 0.13 ટકાની તેજી સાથે 48, 312 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારીમાં ચાંદી 0.26 ટકા ગબડ્યી છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 64, 640 રુપિયા છે.
રિકોર્ડ હાઈથી 7, 888 રુપિયે વેચાઈ રહ્યું છે
ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું ડિસેમ્બર વાયદો MCX પર 48, 312 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. હજં પણ 7888 રુપિયા સસ્તું મળી રહ્યું છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.