બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 10:53 AM, 17 January 2022
ADVERTISEMENT
સોના- ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે
સોના અને ચાંદી બન્નેની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતોમાં 66 રુપિયાની તેજી જોવા મળી. ત્યારે ચાંદી પણ 99 રુપિયા પ્રતિ કિલોગ્રામના વધારા સાથે કારોબારી કરતી જોવા મળી.
ADVERTISEMENT
સોનાની કિંમત 66 રુપિયાના વધારાની સાથે 47,844 રુપિયા નોંધવામાં આવી
એમસીએક્સ પર ફેબ્રુઆરીના સૌદા માટે 10 ગ્રામ સોનાની કિંમત 66 રુપિયાના વધારાની સાથે 47,844 રુપિયા નોંધવામાં આવી. એપ્રિલ મહિનાના કરાર માટે સોનાના ભાવ 47, 953 રુપિયા છે. અહીં પણ સોનાની કિંમતમાં 67 રુપિયાના ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીની વાત કરીએ તો માર્ચ કરાર માટે એમસીએક્સ પર ચાંદીના ભાવ 98 રુપિયા તેજી પર 61701 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર બનેલા છે.
એક અઠવાડિયામાં સોનું 390 રુપિયા મોંઘુ
ગત કારોબારી અઠવાડિયામાં સોનાના ભાવમાં 390 રુપિયા પ્રતિ 10 ગ્રામની તેજી નોંધવામાં આવી હતી. ચાંદીના ભાવમાં 1508 રુપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અસોશિયેશન એટલે કે IBJAની વેબસાઈટ મુજબ ગત અઠવાડિયાની શરુઆતમાં સોનાના રેટ 47, 627 હતા. જે શુક્રવાર સુધી વધીને 48, 017 રુપિયા 10 ગ્રામ થઈ ગયા છે. ચાંદીની કિંમત 60, 351થી વધીને 61, 859 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ.
સરાફા બજારમાં સોનું
સરાફા બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો ગત શુક્રવારે 24 કરેટની શુદ્ધતા વાળા ગોલ્ડની કિંમત 4814 રુપિયા પ્રતિ ગ્રામ હતી. ત્યારે 22 કેરેટ વાળા સોનાના ભાવ 4698 રુપિયા પ્રતિ ગ્રામ નોંધવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે IBJA તરફથી જારી કિંમતોમાં અલગ અલગ શુદ્ધતાની સાથે સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જની પહેલાના છે. આઈબીજીએ દ્વારા જારી કરવામાં આવેલ દર દેશભરમાં સર્વમાન્ય છે પરંતુ તેમની કિંમતોમાં જીએસટી સામેલ નથી હોતી.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.