બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / gold and silver price down on mcx gold price 7 months low 3 october 2023

તમારા કામનું / સાત મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો સોનાનો ભાવ, આજે તો ચાંદીના પણ ભાવ ગગડ્યા, જાણી લો શું છે લેટેસ્ટ રેટ્સ

Manisha Jogi

Last Updated: 03:25 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઘટાડો થવાને કારણે સોનાનો ભાવ 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે.

  • સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો
  • ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો
  • સોનાનો ભાવ 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો

સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 56,000 છે. ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ 67,000 છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઘટાડો થવાને કારણે સોનાનો ભાવ 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. 

MCX પર સોનુ કેટલું સસ્તુ છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સતત બીજા દિવસે સોનુ સસ્તુ થઈ ગયું છે. MCX પર સોનાની કિંમતમાં 0.18 ટકા ઘટાડો થતા પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 56,827 થઈ ગઈ છે. ચાંદીની કિંમતમાં 0.52 ટકાનો ઘટાડો થતા ચાંદીની પ્રતિ કિલોગ્રામ કિંમત 67,042 થઈ ગઈ છે. 

સોનાની કિંમત 7 મહિનાના નીચલા સ્તરે
ગ્લોબલ માર્કેટમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. સોનાની કિંમત પ્રતિ ઔંસ 1815 ડોલર થઈ ગઈ છે. સોનાનો ભાવ 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત પ્રતિ ઔંસ 21.19 ડોલર થઈ ગઈ છે.

સોનાની કિંમતમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે
નિષ્ણાંતો અનુસાર સોના-ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આવનારા સમયમાં પણ સોનુ સસ્તુ થઈ શકે છે. 

22 કેરેટ ગોલ્ડ સોનાની કિંમત
10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત દિલ્હીમાં 52,750 રૂપિયા, મુંબઈમાં 52,590 રૂપિયા, ગુરુગ્રામમાં 52,750 રૂપિયા, કોલકત્તામાં 52,590 રૂપિયા, લખનઉમાં 52,750 રૂપિયા અને જયપુરમાં 52,750 રૂપિયા છે. 

આ રીતે સોનાની કિંમત ચેક કરો
તમે ઘરે બેઠા સોનાની કિંમત ચેક કરી શકો છો. 8955664433 પર મિસ્ડકોલ કરીને સોનાની કિંમત જાણી શકાય છે. આ નંબર પર મિસ્ડકોલ કર્યા પછી તે નંબર પર મેસેજ આવી જશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ