બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:01 PM, 22 June 2025
Tranding Video : સોશિયલ મીડિયા પર વાયરલ થવાની દોડમાં, લોકો હવે એવી દરેક જગ્યાએ પહોંચી રહ્યા છે જ્યાં કંઈક "અજીબ" કરી શકાય છે. ક્યારેક આ મજા એક ક્ષણમાં ખતરનાક અકસ્માતમાં ફેરવાઈ જાય છે. આવો જ એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જેમાં કેટલીક યુવતીઓ ધોધ પાસે મજા કરવા ગઈ હતી, પરંતુ થોડીક સેકન્ડોમાં તેમનું હાસ્ય ચીસોમાં ફેરવાઈ ગયું.
ADVERTISEMENT
ધોધમાં ખાબકી યુવતીઓ
ધોધના લપસણા ખડકો પર જતાં જ તેનો પગ લપસી જાય છે અને યુવતીઓ નીચે ખાબકે છે. તેની પાછળ આવતી બીજી યુવતીઓનું પણ એવું જ પરિણામ આવે છે. જાણે ધોધ તેમને એક પછી એક પાઠ ભણાવી રહ્યો હોય. આ આખી ઘટના ત્યાં હાજર એક મિત્રના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
યુવતીઓના પગ વહેતા પાણીમાં પથ્થર પર લપસી ગયા
વિડિઓ ખૂબ જ મજેદાર વાતાવરણથી શરૂ થાય છે. કેટલીક યુવતીઓ ધોધ પાસે પહોંચે છે, જ્યાં પથ્થરો પર પાણી વહી રહ્યું છે અને તે બધા ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને ત્યાં ફોટા પાડવા અને નહાવાની તૈયારી કરવા લાગે છે. પાછળ ઉભેલી એક મિત્ર કેમેરાથી તેમનું રેકોર્ડિંગ કરી રહી છે. પરંતુ તેમને ખબર નથી કે ખડકો પર જમા થયેલ શેવાળ ક્યારે અને વહેતું પાણી ક્યારે જીવલેણ બની શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદીએ ઇરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે કરી વાત, તણાવ ઘટાડવા અને શાંતિ માટે કર્યું આહ્વાન
પાપાની પરીઓ એક બાદ એક પછડાય છે
ADVERTISEMENT
જેમ જેમ એક યુવતી વહેતા પાણીની નજીક પગ મૂકે છે, તેનો પગ લપસી જાય છે અને તે સીધી ખડક પર પડી જાય છે. કેમેરા હલે છે, મિત્રની ચીસો સંભળાય છે. અને પછી એક પછી એક બીજી યુવતીઓ પણ ત્યાં લપસવા લાગે છે. કેટલીક તેમની પીઠ પર પડી જાય છે, કેટલીક પોતાના હાથથી પોતાને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ ખડકો એટલા લપસણા હોય છે કે બધાને પડવું પડે છે. પડ્યા પછી, થોડા સમય માટે યુવતીઓ સમજી શકતી નથી કે તેમની સાથે શું થયું છે અને તેઓ ત્યાં શાંતિથી બેઠી રહે છે.
યુઝર્સે આવી પ્રતિક્રિયા આપી
ADVERTISEMENT
આ વિડિઓ આકૃતિ ચામલિંગ રાય નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વિડિઓને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા યુઝર્સ વિડિઓ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ મજાક છે, આંતરિક ઈજાથી મૃત્યુ થઈ શકે છે. બીજા યુઝરે લખ્યું કે, પહેલો વધુ જોરથી પડી ગયો. જ્યારે બીજા યુઝરે લખ્યું... ક્યારેય પાણીની નજીક ન જાવ.
પાપાની પરીઓની મોત સાથે મસ્તી pic.twitter.com/vEwbdhTG5e
— Krutarth.vtvgujarati (@VtvnewsK) June 22, 2025
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.