બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / get every month 3k rupees pm karam yogi mandhan yojana pension scheme

તમારા કામનું / આ સરકારી સ્કીમમાં તમને દર મહિને મળશે 3000 રૂપિયા, જાણો કઈ રીતે કરશો રજીસ્ટ્રેશન

Arohi

Last Updated: 04:37 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સરકારી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કર્મ યોગી માનધન યોજના જે અંતર્ગત તમને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવશે.

  • આ સરકારી યોજનાનો લો લાભ 
  • દર મહિને મળશે 3000 
  • વ્યાપારીઓ માટે ફાયદાકારક

આજે અમે તમને એક એવી સરકારી યોજના વિશે જણાવીશું જેમાં તમને સરકાર તરફથી દર મહિને 3000 રૂપિયા મળશે એટલે કે તમને વાર્ષિક 36,000 રૂપિયાનો લાભ મળશે. જાણો તેના માટે કોણ અરજી કરી શકે છે.

પ્રધાનમંત્રી કર્મ યોગી માનધન યોજના
આ સરકારી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કર્મ યોગી માનધન યોજના જે અંતર્ગત તમને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવશે. આ યોજના વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી.

પીએમ કર્મ યોગી માનધન યોજના હેઠળ દેશના નાના દુકાનદારો, ધંધાદારીઓ અને વેપારીઓ જેમણે પોતાને GST હેઠળ રજીસ્ટર્ડ કરાવ્યા છે અને જેમનું ટર્નઓવર 1.5 કરોડ સુધી છે તેઓ ભાગ લઈ શકે છે. તમે CSCમાં જઈને આ યોજના માટે અરજી કરી શકો છો.

18થી 40 વર્ષની વચ્ચે લઈ શકો આ સ્કીમનો લાભ
તમે 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે આ સ્કીમનો લાભ લઈ શકો છો. જેમાં નાના વેપારીઓ સમાવેશ થાય છે. આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને દર મહિને રૂ. 3000 આપવામાં આવશે.

દર મહિને ચુકવો માત્ર 55 રૂપિયા 
જો તમે 18 વર્ષની ઉંમરે આ પ્લાનમાં ભાગ લો છો, તો તમારે દર મહિને માત્ર 55 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. ત્યાં જ જો તમે 40 વર્ષની ઉંમરે આ યોજનામાં ભાગ લો છો તો તમારે પ્રીમિયમ તરીકે દર મહિને 200 રૂપિયા ચૂકવવા પડશે.

પ્રધાનમંત્રી કર્મ યોગી માનધન યોજના હેઠળ, પેન્શન તરીકે મળેલી રકમ સીધી લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ ત્યારે જ ખાતામાં પહોંચશે જ્યારે લાભાર્થીનું બેંક ખાતું આધાર સાથે લિંક થશે.

તમને જણાવી દઈએ કે જે પણ ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ પાસે 60 વર્ષની ઉંમરે કોઈ આધાર નથી તેઓ આ યોજના દ્વારા મળેલા પેન્શનથી તેમની મુશ્કેલીઓ ઘટાડી શકે છે.

અરજી કરનાર તમામ જરૂરી દસ્તાવેજો સાથે નજીકના સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે. ત્યાં તમારે તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તમામ દસ્તાવેજો આપવા પડશે. તેને સબમિટ કર્યા પછી તમે આ યોજનાના લાભાર્થી બનશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ