બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Gautam Gambhir announced he will not contest Lok Sabha elections also told the reason

Lok Sabha Election 2024 / 'મને મારી રાજનૈતિક ફરજથી મુક્ત કરો', ગૌતમ ગંભીર હવે નહીં કરે રાજનીતિ, જુઓ જે.પી નડ્ડાને શું અપીલ કરી

Megha

Last Updated: 11:31 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીર આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે, તો હવે ઈસ્ટ દિલ્હીથી 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો એટલે કે બીજેપી ઉમેદવાર કોણ હશે?

Lok Sabha Election 2024: પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે 2024ની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. શનિવારે એમને સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું કે તે આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં અને ક્રિકેટ પર વધુ ધ્યાન આપશે. ગૌતમ ગંભીરે પોતાના ટ્વિટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા છે.

Xમાં પોસ્ટ કરીને આ અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે, 'મેં પાર્ટીના માનનીય પ્રમુખ જેપી નડ્ડાજીને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહ પ્રધાન અમિત શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિંદ.'

આવી સ્થિતિમાં હવે એક મોટો સવાલ એ ઊભો થયો છે કે પૂર્વ દિલ્હીથી 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો એટલે કે બીજેપી ઉમેદવાર કોણ હશે?

વધુ વાંચો: લોકસભા ચૂંટણી લડવી હોય તો શું કરવું પડે? જાણો ઉમેદવારી માટે શું છે નિયમો અને પ્રોસેસ

દિલ્હીના રાજકીય વર્તુળોની વાત કરીએ તો ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ભાજપ આ વખતે ગૌતમ ગંભીરને ટિકિટ નહીં આપે, આ ​​ચર્ચા વચ્ચે ગૌતમ ગંભીરે પોતાના ટ્વિટ દ્વારા આપેલી માહિતીથી ઘણું સ્પષ્ટ થઈ ગયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ