બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / ganesh chaturth 2022 history of rajasthan sikar fatehpuri vijay ganeshji temple lord ganesha miracles

અનોખો પરચો / ગણેશજીની મૂર્તિ સામે ફેલ થઈ ગયા હતા તોપના ગોળા, વર્ષો પાણીમાં રહેવા પર પણ ન ઓગળી માટીની મૂર્તિ

Premal

Last Updated: 11:48 AM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુરી ગેટ સ્થિત વિજય ગણેશ મંદિરની મૂર્તિ પોતાનામાં અનોખો ઈતિહાસ રહ્યો છે. અહીં ક્યારેક દુશ્મન સેનાના તોપના ગોળા પણ નિષ્ફળ થયા હતા. એટલું જ નહીં, ગણેશજીની માટીની મૂર્તિ પાણીમાં પણ ઓગળી નહોતી.

  • રાજસ્થાનમાં આ ગણેશ મૂર્તિનો અનોખો ઈતિહાસ રહ્યો છે
  • દુશ્મન સેનાના તોપના ગોળા પણ નિષ્ફળ થયા હતા
  • ગણેશજીની માટીની મૂર્તિ પાણીમાં પણ ઓગળી નહોતી

અહીં માટીની મૂર્તિ વર્ષો સુધી પાણીમાં રહ્યાં બાદ ઓગળી નહોતી

કહેવાય છે કે જ્યાં આસ્થા છે, ત્યાં ચમત્કાર પણ થાય છે. આવો જ ચમત્કાર કરનારી ભગવાન ગણેશજીની મૂર્તિ રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુરી ગેટ સ્થિત વિજય ગણેશ મંદિરની મૂર્તિ છે, જેની સામે ક્યારેક દુશ્મન સેનાના તોપના ગોળા પણ નિષ્ફળ થયા હતા. એટલું જ નહીં, માટીની આ મૂર્તિ વર્ષો સુધી પાણીમાં રહ્યાં બાદ ઓગળતી નથી, જે એક ગજબ વાત માનવામાં આવે છે. આ જ કારણ છે કે શહેરના સૌથી જૂના અને સૌથી પ્રસિદ્ધ મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો દરેક સમયે લાગે છે. 

તોપના ગોળા પણ થયા હતા નિષ્ફળ

ઈતિહાસકાર મુજબ ફતેહપુરી ગેટ સ્થિત ગણેશજી વિજય ગણેસ કહેવાય છે, જેનો સંબં સીકર અને કાસલીમાં ભૂતકાળમાં થયેલા યુદ્ધ સાથે છે. તેઓ જણાવે છે કે 1840માં સીકરમાં રાવ દેવી સિંહના શાસનમાં કાસલીનો શાસક મહાબલી પૂરણમલ હતો. જેણે મુલ્તાનના અજય પહેલવાનને હરાવીને કાસલીની જાગીર બાદશાહ જહાંગીર તરફથી ભેટમાં પ્રાપ્ત કરી હતી. રાજા પૂરણમલ તાકાતના મદમાં ચૂર થવાને કારણે સીકરના નાની દરવાજા સુધી પહોંચીને રાવ દેવી સિંહને પણ યુદ્ધનો પડકાર આપ્યો હતો.

રાવ દેવી સિંહે કર્યો હતો હુમલો

જેને કારણે ક્રોધિત થયેલા રાવ દેવી સિંહે કાસલી પર હુમલો કર્યો. પરંતુ યુદ્ધમાં સીકર સેના દ્વારા છોડવામાં આવેલા તોપના બધા ગોળા કાસલીમાં નિષ્ફળ થયા. જેને કારણે ગુપ્તચરોએ રાવ દેવી સિંહને કાસલીમાં વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિ હોવાનુ જણાવ્યું. ત્યારબાદ પુરોહિતોના કહેવા પર રાવ દેવી સિંહે રણભૂમિમાં જ વિધ્નહર્તા ગણેશજીનું ધ્યાન કર્યુ. ભગવાનને પૂરણમલના અત્યાચારોનો ઉલ્લેખ કરીને તેમણે જનકલ્યાણ માટે પોતાના વિજયની કામના ગણેશજી સાથે કરી. આ સાથે યુદ્ધ જીતતા આ મૂર્તિને સીકરમાં સ્થાપિત કરવાનો સંકલ્પ પણ લીધો. ઈતિહાસકાર મુજબ, ત્યારબાદ દેવી સિંહના દરેક પ્રયાસો સફળ થયા અને તેેઓ યુદ્ધ જીતી ગયા. ત્યારબાદ વિધ્નહર્તા ગણેશજીને સીકરમાં વિજય ગણેશના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. જે આજે પણ નગરના આરાધ્ય દેવ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ