બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhingar pm modi hiraba news : 80 meter road from Raisan petrol pump will be identified as 'Pujya Hiraba Marg'

નામાભિધાન / હીરાબાના 100 વર્ષ પૂર્ણ થવા પર ગાંધીનગર મનપા આપશે વિશેષ ભેટ, રાયસણથી 80 મીટરનો રોડ 'પૂજ્ય હીરાબા માર્ગ'થી ઓળખાશે

Vishnu

Last Updated: 09:42 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપાનો નિર્ણય: રાયસણ પેટ્રોલ પંપથી  80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામ અપાશે,  18 જૂને હીરાબાના 100 વર્ષ પૂર્ણ થતાં કરાશે નામકરણ

  • રાયસણ 80 મીટર રોડને હીરાબા માર્ગ નામ અપાશે
  • ગાંધીનગર મનપાએ રોડના નામ મામલે નિર્ણય જાહેર કર્યો
  • પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાને 100 વર્ષ થયા છે પૂર્ણ

PM મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 17-18 જૂન એમ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે 18 જૂનના રોજ પીએમ મોદીનાં માતા હીરાબા 100 વર્ષના થશે. ત્યારે માતા હીરાબાના જન્મદિન નિમિત્તે PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. હીરાબાના 100માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન રખાયું છે.

ગાંધીનગર મનપા આપશે હીરાબાને ખાસ ભેટ
તો બીજી તરફ રાયસણના  80 મીટર રોડને હીરાબા માર્ગ નામ આપવાની જાહેરાત પણ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે.આ નિર્ણય પાછળ જણાવતા મેયર હિતેશ મકવાણાએ કહ્યું છે કે રાયસણ પેટ્રોલ પંપથી  80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. જેથી હીરાબાનું નામ સદાય જીવંત રહે. ભવિષ્યની પેઢીને હીરાબાના ત્યાગ તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે આ હેતુથી માર્ગનું નામકરણ કરવમાં આવ્યું છે.

17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે
જણાવી દઇએ કે, તારીખ 17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે. રાત્રે 8 વાગ્યે ગાંધીનગર રાજભવન પહોંચશે. બાદમાં 18 જૂનના રોજ સવારે પીએમ મોદી પાવાગઢ જશે. સવારના 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પાવાગઢ મંદિરે દર્શન કરશે. 11:30 થી 11:45 સુધી વિરાસત વનની મુલાકાત લેશે. બપોરના 12:15 વાગ્યે PM મોદી વડોદરા પહોંચશે. જ્યાં તેઓ ગુજરાત ગૌરવ અભિયાનને સંબોધન કરશે. બાદમાં બપોરે 2:30 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.ઉલ્લેખનીય છે કે, આગામી તા. 17 અને 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.

PMના આગમનને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ તૈયારીઓ 
પાવાગઢ ખાતે 18 મી જૂનના રોજ પીએમ મોદીના હસ્તે જે ધ્વજારોહણ થવા નું તેને ખૂબ જ ઐતિહાસિક માનવા માં આવી રહ્યું છે. કારણ કે, અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું તેનું શિખર ખંડિત હતું જેને લઈ તેની પર હજારો વર્ષો થી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. હજારો વર્ષો બાદ પાવાગઢ નિજ મંદિર પર ધ્વજારોહણ થવાનું હોય આ ક્ષણ ને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન પોતે શક્તિ ઉપાસક હોઈ દર્શન કરવાની ઈચ્છા હતી 
વડાપ્રધાન નરેન્દ્રમોદી પોતે શક્તિ ઉપાશક હોઈ માં મહાકાળી માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. હમણાં થોડા દિવસ પહેલા તેમણે જાતે જ જાહેરાત કરી કે, પાવાગઢ ખાતે દર્શન કરવા ની તેમની ઈચ્છા છે . જોકે તેમની તે ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાનના આગમનને લઈ મંદિર ટ્રસ્ટ, સ્થાનિક પ્રજાજનો સહિત સમગ્ર ગુજરાત ઉત્સાહિત છે.  પીએમના આગમન અને નિજ મંદિર દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતને આપશે વિકાસના કામોની સોગાત
ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ - બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ