બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar updates Chief secretory visited vadnagar

સંજય'દ્રષ્ટિ' / મુખ્ય સચિવે રજાના દિવસે તંત્રને દોડતું કર્યું, તો ચૂંટણી માટે ભાજપને અપનાવ્યો નવો વ્હુય, જાણો ગાંધીનગરની વાતો

Bhavin Rawal

Last Updated: 10:42 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય 'દ્રષ્ટિ'થી જાણો ગાંધીનગરની ગલીઓમાં શું ચાલી રહ્યું છે? અધિકારીઓ અને સરકારના કામની વાતો મળશે આ વિશેષ કોલમમાં હળવા અંદાજમાં

રજાના દિવસે તંત્ર દોડતું થયું, કારણ આ હતું 

મુખ્ય સચિવ રાજકુમાર ખુબ જ એક્ટિવ છે. 10ની એપ્રિલે જાહેર રજા હોવાથી સરકારી કચેરીઓ બંધ હતી. આમછત્તા મુખ્ય સચિવે ઉત્તર ગુજરાતના વડનગરની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડનગર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ જન્મ સ્થળ છે. આ ઐતિહાસિક નાના શહેરને હવે આખુ વિશ્વ ઓળખી રહ્યુ છે.વડનગરની મુલાકાત લેવા માટે દેશ વિદેશના લોકો આવી રહ્યા છે. આ સ્થિતિમાં સરકારે પણ વડનગરની આગવી ઓળખ ઉભી કરવા માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેમાં ખાસ કરીને પ્રેરણા સંકુલ ખુબ જ મહત્વનુ છે. આ સંકુલમાં દેશભરમાંથી વિધાર્થીઓ આવીને રહી શકે છે તેમજ તેઓ અહીંથી પ્રેરણા લઈને પોતાના ઘરે જશે કે, એક નાનકડા ગામડામાં જન્મ અને ઉછેર થયો હોય તો પણ વડાપ્રધાનપદ સુધી પણ પહોંચી શકાય છે.લ જરૂર છે માત્ર મહેનત અને ઈમાનદારીની તેમજ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની. ઉપરાંત વડનગરના ઈતિહાસને આજની પેઢી જાણી શકે તે પ્રકારના કેટલાક પ્રોજેક્ટો પણ આકાર લઈ રહ્યા છે.જેના માટે 250 કરોડથી વધુના ખર્ચે આર્કોલોજી-મ્યુઝિયમ બની રહ્યુ છે. અત્રે નોંધનીય છે કે, વડનગરમાંથી થોડો સમય પહેલા પણ કેટલાક અવશેષો મળી આવ્યા હતા. આ પ્રકારના પ્રોજેક્ટોનુ કામ કેટલે પહોંચ્યુ તેની જાત તપાસ કરવા માટે મુખ્ય સચિવ સવારે 11 વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા. જો કે, તેઓની મુલાકાતની આગોતરી જાણ કેટલાક ઉચ્ચ અધિકારીઓને હોવાથી તેઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. જેમાં ટુરીઝમના બન્ને સેક્રેટરીઓ, કલ્ચર ડીપાર્ટમેન્ટના સેક્રેટરી, જીલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુખ્ય સચિવે અધિકારીઓ સાથે વિવિધ પ્રોજેક્ટના સંદર્ભમાં જાણકારી મેળવી હતી. તેમજ જ્યાં જરૂર લાગી તે માટે કેટલાક સુચનો પણ કર્યા હતા. જો કે, વડનગરમાં ચાલી રહેલી કામગીરી જોઈને મુખ્ય સચિવ ખરેખર ખુશ થયા હતા અને અધિકારીઓની કામગીરીને વખાણી હતી.

'કોંગ્રેસને તો મત ન જ આપતા'

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનુ છે. જેના માટેના ફોર્મ ભરાવવાનુ ચાલુ થઈ ગયુ છે. એકબાજુ રૂપાલાની ટિકિટ કાપવાની માગણીનો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે બીજી બાજુ હાઈકમાન્ડના આદેશ મુજબ, ગુજરાતના વ્યૂહકારોએ આ વખતે મતદાનના સંદર્ભમાં થોડી નવી સ્ટ્રેટેજી અમલમાં મુકી છે. જેમાં તેઓએ મતદારોને એવુ સમજાવી રહ્યા છે કે, ભલે તમે અમારા મતદાતા નથી, અમને ક્યારેય મત આપતા નથી, આ વખતે પણ અમને મત ન આપો તો વાંધો નથી પરંતુ મહેરબાની કરીને કોંગ્રેસના ઉમેદવારોને તો મત ન જ આપશો. આ પ્રકારની સમજાવટ કરવા માટે ભાજપના કેટલાક નેતાઓને કામ સોંપાયુ છે. તેઓએ ભાજપના કાર્યકરો-આગેવાનોને આ કામમા નહી જોતરવાની પણ સૂચના છે. થઈ રહેલી ચર્ચા મુજબ, ભાજપના કાર્યકરોને નહી પરંતુ ભાજપ સમર્થકો હોય તેવા લોકોને આ કામમા જોતરી દેવાયા છે. જેમાં ખાસ કરીને બેન્કોમાં તેમજ આઈટી સહિતની ખાનગી કંપનીમાં નોકરી કરી રહેલા કર્મચારીઓ-અધિકારીઓને સામેલ કરાયા છે.આવા કેટલાક કર્મચારીઓ ગત અઠવાડીયા દરમિયાન ખાસ કરીને લઘુમતિ વિસ્તારમાં ફર્યા હતા. જ્યાં તેઓએ મતદારોને આ પ્રકારની સમજાવટ કરતા કેટલાક મતદારોએ ગુસ્સો વ્યક્ત કરીને તેઓને ત્યાંથી કાઢી મુક્યા હતા.  જેને કારણે આ કર્મચારીઓ હવે લઘુમતિ વિસ્તારોમાં જવા માટે આનાકાની કરી રહ્યા છે.

એક રજા અને મળી ગયું પાંચ દિવસનું વેકેશન

ગયા અઠવાડીયે સોમ અને મંગળવારે સરકારી કચેરીઓ ચાલુ હતી. પણ 17મીને બુઘવારે ચેટી ચાંદ પર્વ નિમિત્તે અને 18મીને ગુરૂવારે રમજાન ઈદ નિમિત્તે જાહેર રજા હતી. ત્યાર બાદ 19મીએ શુક્રવારે એક દિવસ કચેરીઓ ચાલુ હતી. જ્યારે 13મી એપ્રિલે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હતી. આમ સળંગ પાંચ દિવસની રજામાં માત્ર શુક્રવાર વચ્ચે આવતો હતો. જેથી અનેક આઈએએસ અધિકારીઓ  સહિતના નાના મોટા કર્મચારીઓએ 12મીને શુક્રવારે એક દિવસની રજા મુકી દીધી હતી. જેથી તેઓને 17થી 21 સુધીનુ એટલે કે બુધવારથી રવિવાર સુધીનુ સળંગ પાંચ દિવસનુ મિનિ વેકેશન થઈ ગયુ હતુ. જેને લઈને સચિવલાયમાં સોમ-મંગળવાર સિવાય રજાનો માહોલ જ દેખાતો હતો. શુક્રવારે કચેરીઓ ચાલુ હોવા છત્તા કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓએ રજા મુકી હોવાથી સચિવાલયની જૂદી જૂદી કચેરીઓ સૂમસામ ભાસતી હતી. કેટલાય અરજદારો સચિવલાયનો ધક્કો ખાઈને પાછા ગયા હતા. હવે સોમવારથી વિવિધ કચેરીઓ ફરીથી ધમધમતી થઈ જશે.જો કે, 17મીએ, બુધવારે રામનવમીની જાહેર રજા આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ગત અઠવાડીયે જેઓને રજા નથી મળી અથવા તો રજા પાળી શક્યા નથી તેવા કેટલાય અધિકારીઓએ ત્યાર પછીના બે દિવસની રજાનુ આયોજન કરી નાખ્યુ છે. 

રૂપાલા વિવાદમાં ઘીના ઠામમાં ઘી પડશે!

ભાજપના લોકસભાના રાજકોટના ઉમેદવાર પરષોતમ રૂપાલાને લઈને અત્યારે ગુજરાતનુ રાજકારણ ભારે ગરમ થઈ ગયુ છે. ક્ષત્રિય પુરુષોની સાથે મહિલાઓ પણ મેદાનમાં આવી જતા માહોલ વધુ ગરમ અને ઉગ્ર બન્યો છે. જો રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં નહી આવે તો 150 ક્ષત્રિય મહિલાઓ રૂપાલા જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે રાજકોટની બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ તેના માટે ફોર્મ લાવી દીધા છે. જો આવુ થશે તો પછી રાજકોટની બેઠક પર ઈવીએમથી નહી પરંતુ બેલેટ પેપરથી મતદાન થશે. મહત્વની વાત એ છે કે, ભાજપને ચિંતા માત્ર રાજકોટની એક બેઠક માટે નથી પરંતુ જો વાસ્તવમાં ક્ષત્રિયોનો વિરોધ છેક સુધી ચાલુ રહ્યો તો રાજકોટ ઉપરાંત બાકીની 25 બેઠકો પર પણ તેની કેટલીક વિપરીત અસર પહોંચી શકે તેમ છે. જ્યારે આ વખતની ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સૌથી નબળો પક્ષ છે. ભાજપને તેની કોઈ જ ચિંતા નથી. પરંતુ ફિકર પોતાના પક્ષમાંથી જ ઉઠી રહેલા વિરોધ વંટોળની છે. કેમકે આ વખતે પણ કોંગ્રેસમાંથી કેટલાક ધારસભ્યો અને આગેવાનોને તોડીને ભાજપમાં લાવવામાં આવ્યા છે. જેને લઈને ભાજપના નાના મોટા કાર્યકરોમાં ભારે આક્રોશ છે. તેને કઈ રીતે શાંત કરવો તેની ચિંતા પણ ભાજપના નેતાઓને સતાવી રહી છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં લોકો એવા મેસેજ વાઈરલ કરી રહ્યા છે કે, રૂપાલા સામેનો વિરોધ ભલે છેક સુધી ચાલુ રહે પરંતુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ કે ગુજરાતમાં આવશે અને જાહેર સભાને સંબોધન કરશે એટલે રૂપાલા સામેનો આક્રોશ શાંત પડી જશે. તેમજ ઘીના ઠામમા ઘી પડી જશે એટલે કે ક્ષત્રિયોની સાથો સાથ નારાજ કાર્યકરો પણ રૂપાલાને જીતાડવા કામે લાગી જશે.

વધુ વાંચો:  ગુજરાતમાં આજથી ઉમેદવારો કરશે ફોર્મ ભરવાની શુભ શરૂઆત, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ કઇ? જાણો

ભાજપના એક મોટા નેતાએ મંત્રીને બોલાવીને કહ્યુ કે, હવે આ તમારા ધંધાને બંધ કરી દેજો નહીતર..

સચિવાલયમાં ચર્ચા છે કે, હાલમાં રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એવી ચર્ચા પણ છે કે, લોકસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજકારણમાં પણ મોટા અને ધરખમ ફેરફારો કરાશે. જેમાં ત્રણથી ચાર મંત્રીઓની હકાલપટ્ટી થાય તેવી શક્યતાઓ છે. જેમને કાઢી મુકવાના છે તેવા મંત્રીઓને પણ તેની ભનક લાગી ગઈ છે. આવા જ એક મંત્રીએ ચૂંટણીની જાહેરાત પહેલા બહાર પડેલા ટેન્ડરો પોતાની માનીતી એજન્સીઓને આપવા માટે ઉચ્ચ અધિકારીઓ પર દબાણ કર્યા હતા. જેની જાણકારી ભાજપના એક મોટા નેતાને થઈ ગઈ છે. ટેન્ડરો ઉપરાંત બદલીઓ સહિતના કામોમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ફરિયાદો પણ આ નેતા સુધી પહોંચી હતી. એવુ કહેવાય છે કે, ભાજપના નેતાએ આ બાબતને ગંભીરતાથી લઈને એક મંત્રીને પોતાના બંગલે બોલાવ્યા હતા. જ્યાં તેમને કડક શબ્દોમાં કહ્યુ હતુ કે, તમે સચિવાલયમાં બેસીને શું ધંધા કરી રહ્યા છો તેના જાણકારી અમને મળે છે. માટે તમે આ પ્રકારના ખોટા ધંધા બંધ કરી દો. જો હજુ તમે તમારો આ સ્વભાવ નહી સુધારો તો પછી ચૂંટણી બાદ તમને મંત્રીમંડળમાંથી પડતા મુકવા માટેની ભલામણ દીલ્હી હાઈકમાન્ડને કરાશે. નેતાની આવી ભાષાથી મંત્રી ગભરાઈ ગયા હતા. તેમજ કહ્યુ હતુ કે, જે કંઈ થયુ છે તેમાં મારો કોઈ રોલ નથી. આમછત્તા હવે ભવિષ્યમાં મારા વિભાગમાં કોઈ ખોટું કામ થવા નહી દઉં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ