બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / G20 Summit: CM Bhupendra Patel will go to Delhi today, attend dinner at Rashtrapati Bhavan

G20 Summit 2023 / G20 Summit: CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરમાં આપશે હાજરી

Priyakant

Last Updated: 11:46 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023 News:  ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિશેષ રાત્રિભોજનનું આયોજન, દેશના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ

  1. CM ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્લી
  2. રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન
  3. G20ની બેઠકમાં લેશે ભાગ CM ભૂપેન્દ્ર પટેલ 

G20 Summit : G20 સમિટને લઈ આજે એટલે કે શનિવારે ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિશેષ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ રાત્રિભોજનમાં દેશના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. જેને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શનિવારે ભારત મંડપમ ખાતે આયોજિત વિશેષ રાત્રિભોજન માટે સરકારે G20 મહાનુભાવો ઉપરાંત તમામ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોને વિશેષ આમંત્રણો આપ્યા છે. જોકે કેટલાક મુખ્યમંત્રીઓએ રાત્રિભોજનમાં સામેલ થવાની ના પાડી છે. જોકે CM ભૂપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરમાં હાજરી આપશે. 

File Photo

G20 અંતર્ગત ચાલી રહી છે બેઠક 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્લી જશે અને રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરમાં હાજરી આપશે. મહત્વનું છે કે, દિલ્લી ખાતે G20 અંતર્ગત બેઠક ચાલી રહી છે. જેને લઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ ડેલીગેટ્સના ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ તથા ઉચ્ચ અધિકારીઓ રહેશે. આ સાથે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ