બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / સુરત / funeral procession of 7 members of Manish Solanki family in surat

ગુજરાત / VIDEO : સુરતમાં એકી સાથે 7 નનામી ઉઠતાં ભારે અરેરાટી, મનિષ સોલંકી પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા

Hiralal

Last Updated: 12:12 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામુહિક આપઘાત કરનાર મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની એકીસાથે નનામી ઉઠતાં સુરત હિબકે ચઢ્યું હતું.

  • સુરતમાં પરિવારના 7 સભ્યોનો સામુહિક આપઘાત 
  • એક જ પરિવારના 7 સભ્યોની નીકળી અંતિમયાત્રા 
  • મનિષ સોલંકીએ પરિવાર સાથે કર્યો આપઘાત 

સુરત માટે આજનો દિવસ ખૂબ ગમગીન રહ્યો છે. હસતો ખેલતો કિલ્લોલ કરતો અને લોકોને મદદ કરતો એક આખો પરિવાર કાયમ માટે દુનિયામાંથી વિદાય થઈ ગયો. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું સુરત હિબકે ચઢ્યું હતું.  પાલનપુર પાટિયા સ્થિત જકાતનાકા ખાતે આવેલ નિવાસ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જોડાયા હતા. 

શું બન્યું હતું 
સુરતના પાલનપુર જકાતનાક રોડ પર શનિવારે સવારે એક પરિવારના ત્રણ બાળકો સહિત સાત સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં છ વ્યક્તિઓના મોત ઝેરી પદાર્થ પીવાથી થયા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે એક વ્યક્તિએ ફાંસો ખાધો હતો. એક જ પરિવારના 7 સભ્યોના સામૂહિક આપઘાત બાદ લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલતી હતી. મૃતકની ઓળખ મનીષ સોલંકી, તેની પત્ની રીટા, તેના પિતા કનુ, તેની માતા શોભા અને ત્રણ બાળકો - દિશા, કાવ્યા અને કુશાલ તરીકે થઈ છે.

કેવી રીતે ખુલાસો થયો 
શનિવારે સવારે તેના કર્મચારીઓ માલિક મનીષ સોલંકીનો  સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને જ્યારે તેમણે ફોનનો જવાબ ન આપ્યો ત્યારે તેમણે પડોશીઓને જાણ કરી અને બધા ભેગા થઈને પાછળની બારી તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારે પરિવારના સભ્યો મરેલા પડ્યાં હતા જ્યારે એક વ્યક્તિ ગળેફાંસો ખાધેલી લટકતો હતો. મૃતદેહોને વધુ માટે પોસ્ટ-મોર્ટમ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સુરતમાં ફર્નિચર વેપારી મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાત મામલે પોલીસના હાથમાં સુસાઈડ નોટ આવી છે જેની પરથી ખબર પડે છે કે શા માટે તેમના પરિવારે ભેગા મળીને આપઘાત કરવાનું વિચાર્યું. કંઈ દેવા કે આર્થિક સમસ્યાને કારણે સોલંકી પરિવારે આપઘાત કર્યો નથી. પરંતુ ઉછીના પૈસાનું કારણ સામે આવ્યું છે. સોલંકી પરિવારના કિસ્સામાં ધરમ કરતા ધાડ પડી હોય તેવું લાગી રહ્યું છે. 

શું છે સુસાઈડ નોટમાં 
સુરતમાં એક જ પરિવારના 7 લોકોના મોતથી ચકચાર મચી છે. સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનિષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામુહિક આપઘાત કરીી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનિષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષની પત્ની રીટા, તેની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા સોલંકી પરિવારના સાત સભ્યોની લાશ મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સુસાઈડ નોટમાં મનિષે નીચે પ્રમાણેનું લખ્યું છે.
"પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું"
રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં. 
"ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી. 
"મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે"
"મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી"
"રિટાબેન તારું ધ્યાન રાખજે"
"ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો"
"જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો"
"અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી"
"જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે"
"કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે"
"જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ"

અમારા મર્યા પછી કોઈને હેરાન કરતાં
મૃતક મનિષ સોલંકીએ આપઘાત નોટમાં એવું પણ લખ્યું કે અમારા ગયા પછી કોઈને હેરાન ન કરતાં કારણ કે અમે "જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈ હેરાન થાય તેવું અમે નથી ઈચ્છતા. 

રુમમાંથી ખાલી બોટલ પણ મળી 
આ મામલે સુરત ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે ઘરમાંથી સુસાઇડ નોટ સાથે ખાલી બોટલ મળી આવી છે. તેમાં કદાચ ઝેર હતું. મનીષ ઉપરાંત ઘરના અન્ય સભ્યોનું પણ ઝેરના કારણે મોત થયું છે. એક સાથે એક પરિવારના સાત લોકોના મોતના સમાચારથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તપાસ સાથે સંકળાયેલી પોલીસનું માનવું છે કે મનીષે પહેલા પરિવારને ઝેર આપ્યું હતું અને પછી ફાંસો ખાધો હતો. જો કે સત્ય શું છે, તે તપાસ બાદ જ ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ