ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / From August 7 Venus is changing zodiac sign

જ્યોતિષ / 7 ઑગષ્ટથી આ રાશિના જાતકોની થશે પ્રગતિ, વૈભવ-સંપત્તિનો સ્વામી બદલી રહ્યો છે રાશિ, જાણો કોણ છે નસીબદાર

Published By: Khyati

Last Updated: 06:52 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7 ઑગષ્ટથી આ ચાર રાશિના જાતકોને નવી નોકરી તથા વિદેશ જવાની આતુરતના અંત આવી શકે છે.

ADVERTISEMENT

  • શુક્ર કરી રહ્યો છે રાશિ પરિવર્તન
  • કર્ક રાશિમાં શુક્ર કરશે પ્રવેશ
  • અમુક રાશિના જાતકોને થશે ફાયદો 

શુક્ર પ્રેમ, રોમાંસ, સંપત્તિ, વૈભવી જીવનનો કારક છે. જો કુંડળીમાં શુક્ર શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિ ખૂબ જ ધનવાન બને છે અને વૈભવી જીવનનો આનંદ માણે છે. તેની લવ લાઈફ પણ શાનદાર હોય છે. 7મી ઓગસ્ટ 2022ના રોજ શુક્ર તેની રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જે 31 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. આ દરમિયાન શુક્ર કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. 

મેષઃ

શુક્રનું સંક્રમણ મેષ રાશિના લોકો માટે પૈસા અને પ્રતિષ્ઠા બંને લાવશે. આ રાશિના જાતકોને તેમની કારકિર્દીમાં મજબૂત સફળતા મળી શકે છે. નવી નોકરી મળી શકે છે. પ્રમોશન થઈ શકે છે. પરીક્ષા-ઇન્ટરવ્યુમાં તમને સફળતા મળી શકે છે.

વૃષભ:

વૃષભ રાશિના લોકો માટે નોકરી બદલવા માટે આ સારો સમય છે. તેમને સારી તકો મળી શકે છે. પૈસાથી ફાયદો થશે. અચાનક પૈસા મળવાની પ્રબળ શક્યતાઓ છે. જો તમે વિદેશ જવા માંગો છો તો તમારું આ સપનું પૂરું થઈ શકે છે.

મિથુનઃ

મિથુન રાશિના જાતકોને શુક્રના સંક્રમણથી ઘણો ફાયદો થશે. તેમની બઢતી-પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. પૈસાથી ફાયદો થશે. સરકારી નોકરિયાતોને ફાયદો થશે. વિવાહિત જીવનમાં સમય ઉત્તમ રહેશે. જીવનસાથી સારો રહેશે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. તેમને પરીક્ષા-ઈંટરવ્યુમાં સફળતા મળશે. નવી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થશે. વરિષ્ઠ અથવા ઉચ્ચ હોદ્દા પરના લોકો સાથે મુલાકાત થશે, જેનાથી ફાયદો થશે.

તુલાઃ

શુક્રનું સંક્રમણ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. નોકરી અને ધંધામાં સફળતા મળશે. નવી નોકરીની ઓફર મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નવા વ્યવસાયિક સંબંધો લાભ લાવશે. કાર્યસ્થળ પર વખાણ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

7 ઑગષ્ટ રાશિ પરિવર્તન રાશિ ફળ શુક્રનું રાશિ પરિવર્તન Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ